કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં હાર સ્વીકારી, કહ્યું- અમારે સંગઠન મજબુત કરવુ પડશે
કોંગ્રેસે પુર્વોત્તરના ત્રણ રાજ્યોમાં હાર સ્વીકારી છે. અહીં કોંગ્રેસને કોઈ ખાસ સફળતા મળી નથી. હવે કોંગ્રેસ નેતાઓ સંગઠનને મજબુત કરવાની વાત કરી રહ્યા છે.
નવી દિલ્હી : પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પરિણામોમાં કોંગ્રેસને કોઈ ખાસ સફળતા મળી નથી. જેમ જેમ મતગણતરી પૂર્ણ થઈ રહી છે તેમ તેમ પરિણામો સ્પષ્ઠ થઈ રહ્યા છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવતી જોવા મળી રહી છે. અહીં પ્રાદેશિક પક્ષોને પણ સીટો મળતી જોવા મળી રહી છે. બીજી તરફ NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. પેટા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે જ વિવિધ પક્ષોના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પાર્ટી માટે આ પરિણામોને મિશ્રિત ગણાવ્યા છે.

જયરામ રમેશે કહ્યું કે, અમારા માટે ચૂંટણી પરિણામો પ્રોત્સાહક તેમજ નિરાશાજનક છે. અમારું ખાતું બંગાળમાં ખુલ્યું છે. મહારાષ્ટ્રમાં 30 વર્ષ પછી RSS-BJPના ગઢમાં કોંગ્રેસનો વિજય થયો છે. તેમણે આગળ કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યોમાંથી અમને ત્રિપુરામાં બહુમતની અપેક્ષા હતી. નાગાલેન્ડમાં અમે જાણતા હતા કે ભાજપ ચાલાકીથી સરકાર બનાવશે. આ સાથે જયરામ રમેશે કહ્યું કે, મેઘાલયમાં ગઈ વખતે અમારી પાસે 21 ધારાસભ્યો હતા. જેઓ ચાલ્યા ગયા હતા. અહીં યુવા નેતાઓને ટિકિટ આપીને ભવિષ્યની કોંગ્રેસ તૈયાર કરી છે. અમે પરિણામ સ્વીકારીએ છીએ, આપણે સંગઠનને મજબૂત બનાવવાનું છે.
અહીં તમને જણાવી દઈએ કે, આ ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં 16 અને 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં બીજેપી બહુમતી મેળવતી જોવા મળી રહી છે. આ સાથે પ્રાદેશિક પક્ષો પણ આગળ જોવા મળી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
