કોલસા કૌભાંડમાં પૂર્વ સચિવ એસચી ગુપ્તા અને બે અન્ય અધિકારીઓને 3 વર્ષની સજા
કોલસા કૌભાંડમાં પૂર્વ સચિવ એસચી ગુપ્તા સહિત 3ને 3 વર્ષની જેલ
નવી દિલ્હીઃ દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટે ગેરકાયદેસર રીતે કોલ બ્લૉકની વહેંચણી કરવા મામલામાં કોલસા મંત્રાલયના પૂર્વ સચિવ એચસી ગુપ્તા અને અન્ય બે શખ્સને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. આ મામલામાં બે અન્ય લોકોને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે. અદાલતે કોલસા વહેંચણી કૌભાંડમાં પૂર્વ સચિવ સહિત પાંચ લોકોને દોષિત જાહેર કર્યા હતા. જેના પર બુધવારે સજા સંભળાવવામાં આવી છે.

પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ સીબીઆઈ જજ ભારત પરાશરે કોલસા કૌભાંડ મામલામાં ભ્રષ્ટાચાર અને ગુનાહિત ષડયંત્ર રચવાના મામલામાં સજા સંભળાવી છે. પૂર્વ સચિવ એચસી ગુપ્તાની સાથોસાથ કોલસા મંત્રાલયના રિટાયર્ડ ડિરેક્ટર કે.સી. સમરિયા અને કોલસા મંત્રાલયમાં એ સમયે સંયુક્ત સચિવ કે.એસ. ક્રોફાને પણ ત્રણ વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે ખાનગી કંપની વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડના પ્રમોટર વિકાશ પટની અને એમના સહયોગી આનંદ મહિલને 4 વર્ષની સજા ફટકારી છે.
સજા સંભળાવ્યા બાદ પૂર્વ સચિવ એચ.સી. ગુપ્તા, સી સમરિયા અને કે.એસ.ક્રોફાએ અદાલત પાસેથી જામીન માંગ્યા હતા, જે મંજૂર કરી દેવામાં આવ્યા છે. ત્રણેયને પટિયાલા હાઉસ કોર્ટે એક લાખના બોન્ડ પર જમાનત આપી છે. વિકાશ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડ કો પશ્ચિમ બંગાળ સ્થિત મોરિયા અને મધુજોડ માં સ્થિત કોલસા ખાણના નિયમોની વિરુદ્ધ જઈ વહેંચણી કરી હતી. આ મામલામાં સીબીઆઈએ સપ્ટેમ્બર 2012માં કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો- યૂપીના ડીજીપી બોલ્યા- બુલંદશહર સિંહા પાછળ મોટું ષડયંત્ર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
