Bypolls News: 3 લોકસભા અને 29 વિધાનસભા સીટો માટે આજે મતદાન
આજે શનિવાર 30 ઓક્ટોબર)ના રોજ 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ત્રણ લોકસભા સીટો અનને 29 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થશે.
નવી દિલ્લીઃ કડક સુરક્ષા અને કોવિડ સુરક્ષા ઉપાયો વચ્ચે આજે શનિવાર 30 ઓક્ટોબર)ના રોજ 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ત્રણ લોકસભા સીટો અનને 29 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થશે. જે લોકસભા સીટો પર પેટાચૂંટણી થશે તેમાં હિમાચલ પ્રદેશમાં દાદરા અને નગરહવેલી અને મંડી અને મધ્ય પ્રદેશમાં ખંડવા શામેલ છે. પેટાચૂંટણી જ્યાં થવાનની છે તે 29 વિધાનસભા સીટોમાંથી પાંચ આસામમાં, ચાર પશ્ચિમ બંગાળમાં, ત્રણ-ત્રણ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાયલમાં, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનમાં બે-બે અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ, તેલંગાનનામાં એક-એક છે. મતોની ગણતરી 2 નવેમ્બરના રોજ થશે.

જાણો ક્યાં કોનુ પલડુ ભારે
પશ્ચિમ બંગાળઃ સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ) કૂચબિહારના દિનહાટા, નદિયાના શાંતિપુર, ઉત્તર 24 પરગનાના ખરદા અને દક્ષિણ 24 પરગણાના ગોસાબા વિધાનસભા પેટાચૂંટણીમાં મુખ્ય દાવેદાર ઉતાર્યા છે.
આસામઃ આસામમાં પાંચ વિધાનસભા સીટો ગોસાઈગાંવ, ભબનીપુર, તામૂલપુર, મરિયાની અને થૌરા પર સત્તારુઢ ભાજપ અને તેના સહયોગીઓ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.
મેઘાલયઃ મેઘાલયમાં માવરિંગકેંગ, માવફલાંગ અને રાજાબાલામાં ચૂંટણી થઈ રહી છે. અહીં સત્તારુઢ નેશનલ પીપલ્સ પાર્ટી અને કોંગ્રેસમાં સીધો મુકાબલો છે.
બિહારઃ બિહારની બે સીટો તારાપુર અને કુશેશ્વર અસ્થાનમાં આજે ચૂંટણી છે. આ બે સીટો માટે કુલ 17 ઉમેદવાર ચૂંટણી લડશે.
કર્ણાટકઃ કર્ણાટકના સિંદગી અને હનાગલ વિધાનસભા સીટો પર આજે પેટાચૂંટણી છે. આ ચૂંટણીને સીએમ બસવરાજ બોમ્મઈ માટે પહેલી ચૂંટણી પરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે જેમણે આ વર્ષે 28 જુલાઈના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બીએસ યેદિયુરપ્પાની જગ્યા લીધી હતી.
હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને ત્રણ વિધાનસભા સીટો પર ચૂંટણી થવાની છે. ત્રણ વિધાનસભા સીટ છે, ફતેહપુર, જુબ્બલ-કોઠકાઈ અને અર્કી.
રાજસ્થાનઃ ધારિયાવાડ અને વલ્લભનગર વિધાનસભા ક્ષેત્રોમાં કોંગ્રેસ અને ભાજપમાં ટક્કર છે. બંને સીટોના ધારાસભ્ય ગૌતમલાલ મીણા(ભાજપ) અને ગજેન્દ્ર સિંહ શેખાવત(કોંગ્રેસ)નો આ વર્ષે નિધન થઈ ગયુ હતુ ત્યારબાદ ત્યાં પેટાચૂંટણી થઈ રહી છે.
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં દેગલુર સીટ પર પેટાચૂંટણી છે. આ પેટાચૂંટણી ભાજપ સાથે શિવસેનાના ત્રણ વાર ધારાસભ્ય સુભાષ સબને અને કોંગ્રેસના જિતેશ અંતાપુરકર માટે એક પ્રતિષ્ઠાની લડાઈ છે.
તેલંગાનાઃ હુજુરાબાદ વિધાનસભા ક્ષેત્રમાં તેલંગાના રાષ્ટ્ર સમિતિ અને મુખ્ય દાવેદાર ભાજપ વચ્ચે કડક મુકાબલો થવાની આશા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
