Kasba, Chinchwad Bypolls Results: મહારાષ્ટ્રની ચિંચવાડ અને કસ્બા પેઠમાં કાઉન્ટિંગ શરુ, ભાજપની સાખ દાવ પર
મહારાષ્ટ્રમાં પૂણેની બે વિધાનસભા બેઠકો પિંપરી ચિંચવાડ અને કસ્બા પેઠની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. પિંપરી ચિંચવાડ સીટ ભાજપના દિવંગત ધારાસભ્ય લક્ષ્મણ જગતાપના નિધન બાદ ખાલી પડી હતી.
Kasba, Chinchwad Bypolls Results: મહારાષ્ટ્રમાં પૂણેની બે વિધાનસભા બેઠકો પિંપરી ચિંચવાડ અને કસ્બા પેઠની પેટાચૂંટણી માટે મતગણતરી આજે ગુરુવાર 02 માર્ચની સવારે 8 વાગે શરુ થઈ. બંને સીટો ભાજપના ધારાસભ્યોના નિધન બાદ ખાલ થઈ હતી. ચૂંટણી અધિકારી કિરણ ગાયકવાડના જણાવ્યા મુજબ સૌથી પહેલા પોસ્ટલ બેલેટ સાથે મતોની ગણતરી શરુ થઈ. ગણતરીની પ્રક્રિયામાં કુલ 37 રાઉન્ડ થશે. જેમાં અંતિમ પરિણામ 14 રાઉન્ડ બાદ જાહેર કરવામાં આવશે. પેટાચૂંટણીના પરિણામોથી રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી પર પ્રભાવ પડવાની સંભાવના છે.સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે તેઓ અપ્રિય ઘટનાઓને રોકવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજીકથી નજર રાખી રહ્યા છે. બંને બેઠકો માટે 26 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.

જાણો પિંપરી ચિંચવડ અને કસ્બા પેઠની મત ગણતરીના અપડેટ
ચિંચવાડ પેટાચૂંટણી: બીજેપીના અશ્વિની જગતાપે બીજા રાઉન્ડની મતગણતરીના અંતે NCPના નાના કેટ કરતાં 676 મત વધુ મેળવ્યા છે.
કસ્બા પેઠ પેટાચૂંટણી: INC ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકર ભાજપના હેમંત રાશ્નેથી 2200થી વધુ મતોથી આગળ છે.
તમને જણાવી દઈએ કે પિંપરી ચિંચવાડ સીટ ભાજપના દિવંગત ધારાસભ્ય લક્ષ્મણ જગતાપના નિધન બાદ ખાલી પડી હતી. આ બેઠક પરથી ભાજપે દિવંગત ધારાસભ્ય લક્ષ્મણ જગતાપની પત્ની અશ્વિની જગતાપને ટિકિટ આપી છે. અશ્વિની જગતાપ એનસીપીના નાના કેટ અને અપક્ષ ઉમેદવાર રાહુલ કલાટે સામે છે. અહીંની હરીફાઈ ત્રિકોણીય છે. આ બેઠક પર 50 ટકા મતદાન થયુ હતુ.
કસ્બા પેઠમાં ભાજપની વિશ્વસનીયતા દાવ પર છે. કસ્બા પેઠ બેઠક ભાજપના દિવંગત ધારાસભ્ય મુક્તા તિલકના નિધન બાદ ખાલી પડી હતી. ભાજપે સ્વર્ગસ્થ ધારાસભ્ય મુક્તા તિલકના પરિવારને ટિકિટ ન આપીને પાર્ટીના હેમંત રાશ્નેને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ આ સીટ પર મહા વિકાસ અઘાડીએ રવિન્દ્ર ધાંગેકરને મેદાનમાં ઉતાર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
