6 રાજ્યોમાં 3 લોકસભા અને 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી આજે
દેશના છ રાજ્યોમાં ત્રણ લોકસભા સીટ અને 7 વિધાનસભા સીટો પર આજે પેટાચૂંટણી થઈ રહી છે.
નવી દિલ્લીઃ દેશના છ રાજ્યોમાં ત્રણ લોકસભા સીટ અને 7 વિધાનસભા સીટો પર આજે પેટાચૂંટણી થઈ રહી છે. આ બધી સીટો પર મતદાન બાદ 26 જૂને મતોની ગણતરી થશે. જે ત્રણ લોકસભા સીટો પર આજે પેટાચૂંટણી થઈ રહી છે તેમાં ઉત્તર પ્રદેશની આઝમગઢ, રામપુર સીટ શામેલ છે જ્યારે ત્રીજી સીટ પંજાબની સંગરુરની છે. વળી, 7 વિધાનસભા સીટોની વાત કરીએ તો એ દિલ્લીની રાજેન્દ્રનગર, ઝારખંડની મંદાર, આંધ્ર પ્રદેશની અતમાકુર, અગરતલામાં ટાઉન બોર્દોવલી, સૂર્મા અને ત્રિપુરાની જબરાજનગરની સીટ શામેલ છે.

સંગરુર લોકસભા સીટ ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી. જ્યાંથી AAPએ ગુરમેલ સિંહ, કોંગ્રેસ દલવીર સિંહ ગોલ્ડી અને ભાજપે માત્ર ધિલ્લોનને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે શિરોમણી અકાલી દળે કમલદીપ કૌરને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. આઝમગઢ લોકસભા સીટની વાત કરીએ તો આ સીટ અખિલેશ યાદવના રાજીનામાના કારણે ખાલી પડી છે.
સપાએ અહીંથી ધર્મેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને ટિકિટ આપી છે. બસપાએ શાહઆલમને મેદાનમાં ઉતાર્યા છે. આઝમ ખાનના નજીકના સહયોગી અસીમ રઝાને રામપુર બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપે અહીંથી ઘનશ્યામ લોધીને ટિકિટ આપી છે. કોંગ્રેસે રામપુરમાં કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
