By Poll : પહેલા પ્રયાસમાં જ ઈન્ડિયા ગઠબંધનને મોટી સફળતા, 7 માંથી 4 સીટો જીતી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ઉંઘ હરામ કરનારા ઈન્ડિયા ગઠબંધને પહેલા પ્રયાસમાં જ મોટી જીત મેળવી છે. વિવિધ રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીમાં ગઠબંધન 7 માંથી 4 સીટો જીતવામાં સફળ રહ્યું છે.
ઈન્ડિયા ગઠબંધનની રચના પછી પેટા ચૂંટણીને તેની સૌથી મોટી પરિક્ષા માનવામાં આવતી હતી. આ સ્થિતીમાં ગઠબંધને પોતાને સાબિત કરી દીધુ છે. સૌથી મોટી વાત એ છે કે યુપીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે ઘોસી સીટ જીતીને બીજેપીને તમાચો માર્યો છે.

ઉત્તરાખંડ અને ત્રિપુરામાં બાગેશ્વર, ધાનપુર અને બોક્સાનગર વિધાનસભા બેઠકો પરથી બીજેપીને જીત મળી છે તો ઉત્તર પ્રદેશની ઘોસી, ઝારખંડની ડુમરી, કેરળની પુથુપ્પલ્લી અને પશ્ચિમ બંગાળની ધૂપગુરીમાં સીટ વિપક્ષી પાર્ટીઓને ફાળે આવી છે.
આ ચૂંટણીમાં બીજેપી માટે સૌથી મોટો ઝટકો ઉત્તર પ્રદેશના ઘોસી વિધાનસભા સીટ પર હાર છે. અહીં ધારાસભ્ય દારા સિંહ ચૌહાણ જુલાઈમાં સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપીને બીજેપીમાં ફરી જોડાયા હતા. તેમના રાજીનામાં બાદ પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના નેતા સુધાકર સિંહે 42,759 મતોના માર્જિનથી ભુંડી હાર આપી છે.
બીજી તરફ કોંગ્રેસ-UDF ગઠબંધનના ચાંડી ઓમને કેરળમાં પુથુપ્પલ્લી પેટાચૂંટણીમાં 36,000થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓમેન ચાંડીના પુત્ર ઓમેને પ્રથમ રાઉન્ડમાં સ્પષ્ટ બહુમતી મેળવી અને ગણતરી પુરી થઈ ત્યાં સુધી લીડ જાળવી રાખી.
આ સિવાય ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર બેબી દેવીએ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં ડુમરી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતી છે અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટીના ઉમેદવાર યશોદા દેવીને 17,000 કરતા વધુ મતોથી હાર આપી છે.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને CPI(M) બીજેપી સામે ટીએમસીના સર્મર્થનમાં આવતા ટીએમસીના નિર્મલ ચંદ્ર રોયે બીજેપીના ઉમેદવારને કરારી હાર આપીને જીત મેળવી છે. પશ્ચિમ બંગાળમાં આ મમતા બેનર્જીની મોટી જીત છે.
જો કે ત્રિપુરામાં બીજેપી મુસ્લિમ ઉમેદવાર તફજ્જલ હુસૈનને બોક્સાનગર બેઠક પર જીતાડવામાં સફળ રહી છે. આ સિવાય આદિવાસી બહુલ ધાનપુરમાં બિંદુ દેબનાથે મોટી જીત મેળવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
