સેક્સ બદલીને બૉબી ડાર્લિંગ બનેલી એક્ટ્રેસે માંગ્યા છૂટાછેડા, પતિએ લગ્ન પર ઉઠાવ્યા સવાલ
સેક્સ ચેન્જ કરાવ્યા બાદ મહિલા બનેલી ફિલ્મ અને ટેલિવિઝન કલાકાર બૉબી ડાર્લિંગે ઘરેલુ હિંસાનો હવાલો આપીને છૂટાછેડાની માંગ કરી છે.
મુંબઈની ફેમિલી અદાલતમાં એક અનોખો કેસ ફાઈલ થયો છે. જ્યાં સેક્સ ચેન્જ કરાવ્યા બાદ મહિલા બનેલી ફિલ્મ અને ટેલિવિઝન કલાકાર બૉબી ડાર્લિંગે ઘરેલુ હિંસાનો હવાલો આપીને છૂટાછેડાની માંગ કરી છે. વળી, તેમના પતિએ હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ લગ્નની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા છે. પંકજ શર્માએ પોતાનું સેક્સ ચેન્જ કરાવ્યુ અને પછી પંકજમાંથી પાખી બની ગયા. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનો બૉબી ડાર્લિંગના નામે ઓળખાય છે.

2 કરોડ રૂપિયા માંગ્યા
બૉબી ડાર્લિંગે કોર્ટમાં અરજી આપીને છૂટાછેડાની માંગ કરી છે અને તે રદ કરવા માટે કહ્યુ જેમાં તેમણે પોતાના પતિને ઓશિવારામાં એક ફ્લેટ ઓક્ટોબર, 2016માં ગિફ્ટ કર્યો હતો. આ ઉપરાંત બૉબીએ બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં વળતર તરીકે પતિ પાસે 2 કરોડ રૂપિયાની માંગ કરી છે. આ મામલે ગયા સપ્ટેમ્બર મહિનામાં ફેમિલી કોર્ટે આદેશ આપતા કહ્યુ હતુ કે સંપત્તિઓ પર યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે.

ભોપાલની એક સંપત્તિના માલિકી પણ માંગી
વકીલ ભાવના જાધવ તરફથી નોંધાવેલ છૂટાછેડાની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે બંને હિંદુ છે અને અરજીકર્તા ત્યારે બૉબી ડાર્લિંગના નામથી જાણીતી એક ટ્રાન્સજેન્ડર છે જેમણે નવેમ્બર 2015માં સેક્સ ચેન્જ સર્જરી કરાવી હતી. સેક્સ ચેન્જ કરાવ્યા બાદ તે પાખી બની ગયા. તેમણે હિંદુ રીતિ રિવાજથી ફેબ્રુઆરી 2016માં ભોપાલમાં લગ્ન કર્યા હતા. આ અરજીમાં તેમણે ભોપાલની એક સંપત્તિની માલિકી પણ માંગી છે. તેમણે કહ્યુ છે કે આ સંપત્તિ તેમણે પોતાની મહેનતની કમાણીથી ખરીદી છે પરંત તેમના પર આની જોઈન્ટ રજિસ્ટ્રીનું દબાણ કરવામાં આવ્યુ.

પતિ તરફથી દાખલ કરવામાં આવ્યો જવાબ
જણાવવામાં આવી રહ્યુ છે કે તેમના પતિએ વકીલ જી જે રામચંદાની અને હિતેશ રામચંદાનીના માધ્યમથી અદાલતમાં જવાબ પણ દાખલ કરી દીધો છે. આ જવાબમાં કહેવામાં આવ્યુ છે કે હિંદુ વિવાદ અધિનિયમ હેઠળ આ લગ્ન સ્વયંમાં શૂન્ય છે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યુ કે જો કોઈ પુરુષ સેક્સ ચેન્જ કરીને મહિલા બની જાય તો તેને મહિલા જ માનવામાં આવે એવુ ક્યાંય કહેવામાં આવ્યુ નથી. હિંદુ લગ્ન ધારા હેઠળ માત્ર એક પુરુષ અને એક મહિલા વચ્ચેના લગ્ન જ કાયદેસર ગણાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
