હરિયાણાની 13 સીટો પર બીજેપી EVM માં હેરફેર કરીને જીતી? ખડગેની ટીમે ઈલેક્શન કમિશનને આવેદન આપ્ચુ
Haryana Election Result : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપી પર ઈવીએમમાં હેરાફેરીનો આરોપ લાગ્યો છે. હવે કોંગ્રેસે આ મુદ્દે ઈલેક્શન કમિશનને આવેદન આવ્યુ છે.
ઈવીએમ હેરફેરને લઈને બદનામ પર ફરીથી કોંગ્રેસે હેરફેરનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટીમે ઈલેક્શન કમિશનને આ બાબતે કાર્યવાહીની માંગ કરી છે.

કોંગ્રેસનો આરોપ છે કે 13 મતવિસ્તારોમાં મત ગણતરી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે. કારણ કે ભાજપ 13 માંથી 12 બેઠકો જીતીને સતત ત્રીજી જીતની ઉજવણી કરી રહી છે અને ઈન્ડિયન નેશનલ લોકદળ માટે માત્ર એક જ બેઠક બચી છે. બાકીની સીટ પર INLD અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો, જેના કારણે રાજકીય લડાઈ વધુ ઉગ્ર બની છે.
આ વિવાદ કોંગ્રેસે મત ગણતરીમાં વિસંગતતા હોવાની આશંકા વ્યક્ત કરતા શરૂ થયો છે. ચૂંટણી પંચને આપેલા વિગતવાર મેમોરેન્ડમમાં 13 બેઠકો પર ગેરરીતિઓ નોંધાઈ હોવાનું જણાવાયુ છે.
આ મેમોરેન્ડમમાં EVMમાં છેતરપિંડીના ગંભીર આરોપો છે. પાણીપતના કોંગ્રેસના ઉમેદવાર વરિન્દર કુમારે ઈવીએમના સંચાલન અને તેમના ચૂંટણી એજન્ટોને જરૂરી દસ્તાવેજો ગણતરી હોલમાં લઈ જવાથી અટકાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેણે મતગણતરી પ્રક્રિયાની અખંડિતતા પર શંકા ઊભી કરે છે.
આ બેઠકો પર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ઉચાના કલાનમાં ભાજપના ઉમેદવાર માત્ર 32 મતથી હાર્યા છે. એ જ રીતે પટૌડી, ઈન્દ્રી, બડખલ, ફરીદાબાદ એનઆઈટી, નલવા, રાનિયા, પલવલ, બલ્લભગઢ, બરવાલા અને ઘરૌંડામાં પણ કાંટાની ટક્કર જોવા મળી છે. અહીં ભાજપના ઉમેદવારો વિવિધ માર્જિનથી જીત્યા છે.
કોંગ્રેસે આ પરિણામો પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સમીક્ષાની માંગ કરી છે.
કોંગ્રેસ નેતા વરિન્દર કુમારે EVM સાથે સંભવિત છેડછાડનો આરોપ લગાવ્યો છે. જણાવ્યું છે કે કેટલાક નિયંત્રણ એકમોએ ગણતરી દરમિયાન 99% બેટરી દર્શાવી હતી.
તેમણે તેમના એજન્ટોને ફોર્મ 17C રેકોર્ડ્સ સાથે મત ગણતરીઓ ચકાસવાની તક આપવામાં આવી ન હોવાનો આરોપ લગાવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
