રાજનાથે મુસલમાનોને કહ્યું, ભૂલ થઇ હશે તો માફી માંગીશું
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: આગામી લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે મુસ્લિમ વોટો માટે મુસ્લિમોને રિઝવવાની કવાયદ શરૂ કરી દિધી છે. ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે પહેલાં થયેલી ભૂલો માટે મુસ્લિમો પાસે માફી માંગવાની વાત કહી હતી.
સ્પષ્ટ છે કે મુસ્લિમોને ભાજપની સાથે જોડવાના પ્રયત્ન હેઠળ ભાજપ તરફથી પ્રથમ વાર આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે મંગળવારે કહ્યું હતું કે રાજનાથ સિંહે મંગળવારે કહ્યું હતું કે જો પહેલાં પાર્ટીથી કોઇ ભૂલ થઇ છે તો તે માથું ઝુકાવીને માફી માંગવા માટે તૈયાર છે. આ સાથે જ રમખાણમુક્ત ભારત આપવાનો વાયદો પણ કર્યો હતો.
મુસલમાનોને ભાજપના પક્ષમાં લાવવા માટે તેમણે કહ્યું હતું કે અમારું નિવેદન છે કે કોઇ પાર્ટીની સરકાર બનાવવા માટે ચૂંટણી નથી, દેશ બનાવવા માટે ચૂંટણી છે. આપણે કોઇ પાર્ટીની સરકાર બનાવવાની ભૂલ ન કરીએ. તેમણે આગળ કહ્યું હતું કે તમારા મનમાં જે પ્રશ્ન હોય તે પૂછી લો, જો અમારાથી કોઇ ભૂલ થઇ છે તો અમે માથું ઝુકાવીને માફી માંગીશું.

ભાજપ દ્વારા અહીં મુસલમાનોને લઇને 'નરેન્દ્ર મોદી મિશન 272 પ્લસ-મુસ્લિમોની ભૂમિકા' વિષય પર આયોજીત સંમેલનમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું 'કૃપયા તેને જાણી લો કે જો ક્યારેય પણ, ક્યાંય અમારા તરફથી કોઇ ભૂલ અથવા કમી થઇ છે તો, હું તમને આશ્વાસન આપુ છું કે અમે માફી માંગીશું અને અને માથું ઝુકાવીશું.' રાજનાથ સિંહે કહ્યું હતું કે ભાજપ મુસલમાનો વિરૂદ્ધ નથી અને સમુદાયને તેમની પાર્ટી વિરૂદ્ધ કરવામાં આવતા ખોટા પ્રચારમાં આવવું ન જોઇએ. તેમણે કહ્યું હતું કે એકવાર અમને અજમાવો. અમે તમારી આશાઓ પર ખરા ન ઉતરીએ તો ફરી ક્યારેય અમારી તરફ ના જોશો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
