રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલા હશે લોકસભા સ્પીકરઃ સૂત્ર
ભારતીય જનતા પાર્ટીના નેતા ઓમ બિરલા લોકસભામા સ્પીકર પદ માટે એનડીએના સંભવિત ઉમેદવાર હોઈ શક છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા ઓમ બિરલા લોકસભામા સ્પીકર પદ માટે એનડીએના સંભવિત ઉમેદવાર હોઈ શક છે. સૂત્રો અનુસાર ઓમ બિડલાના નામ પર સામાન્ય સંમતિ બની ગઈ છે. ત્યારબાદ તેમને લોકસભાના સ્પીકર પદ માટે નામાંકિત કરવામાં આવશે. જો કે તેમના નામ પર હજુ અધિકૃત મહોર નથી લાગી. તમને જણાવી દઈએ કે ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ છે.

મને જાણકારી નથીઃ ઓમ બિરલા
જ્યારે આ બાબતે ઓમ બિડલાને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે મને આ બાબતે કોઈ જાણકારી નથી. હું ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે તેમના નિવાસ સ્થાને એક કાર્યકર્તા તરીકે મુલાકાત કરીને આવી રહ્યો છે. જ્યારે ઓમ બિરલાના પત્ની અમિતા બિરલાનું કહેવુ છે કે આ અમારા માટે ગર્વ અને ખુશીનો મોકો છે. અમે કેબિનેટના આભારી છીએ કે તેમણે ઓમ બિરલાને આ પદ માટે પસંદ કર્યા.

મેનકા ગાંધી હતા રેસમાં
આ પહેલા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને લોકસભાના સ્પીકર બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત રમાપતિ રામ ત્રિપાઠી, એસ એસ અહલુવાલિયા અને વીરેન્દ્ર કુમાર સિંહનું પણ નામ લોકસભા સ્પીકરની રેસમાં ચાલી રહ્યુ હતુ. હાલમાં સંસદના સત્રના પહેલા દિવસે પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમારે તમામ સાંસદોને શપથ અપાવ્યા હતા.

ત્રણ વાર વિધાનસભા ચૂંટણી જીત્યા
ઓમ બિરલાએ કોંગ્રેસના રામનારાયણ મીણે 2.5 લાખ મતોથી ભારે અંતરથી હરાવીને ચૂંટણીમાં જીત મેળવી હતી. ઓમ બિરલાનો જન્મ 4 ડિસેમ્બર 1962 ના રોજ થયો હતો. તે ભારતીય જનતા પાર્ટીના સક્રિય નેતા અને રાજસ્થાન રાજ્યના કોટા-બુંદી મત વિસ્તારથી 16મી લોકસભામાં સંસદ સભ્ય છે. તે કોટા સાઉથથી ત્રણ વાર રાજસ્થાન વિધાનસભાના સભ્ય હતા. ઓમ બિરલાએ પોતાનો પીજીનો અભ્યાસ કોમર્સમાં કર્યો છે. તેમણે કોટાની સરકારી કોમર્સ કોલેજ અને અજમેરની મહર્ષિ દયાનંત સરસ્વતી યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે છાત્ર રાજકારણમાં લાંબા સમય સુધી સક્રિય હતા.

સામાજિક કાર્યમાં રૂચિ
ઓમ બિડલા વિવિધ માધ્યમો દ્વારા સામાજિક સેવા, રાષ્ટ્ર સેવા, ગરીબ, વૃદ્ધ, વિકલાંગ અને અસહાય મહિલાઓની સહાયતા કરવામાં રુચિ રાખે છે. તેમણે વિવિધ સામાજિક સંગઠનોના માધ્યમથી વિકલાંગ, કેન્સર રોગીઓ અને થેલેસેમિયા રોગીઓની મદદ કરી છે. વિકલાંગોને મફત સાઈકલો, વ્હીલચેર અને કાનની મશીન આપવામાં આવી છે. વધતા પ્રદૂષણની તપાસ અને હરિયાળીમાં ઘટાડાના કારણે કોટામાં લગભગ એક લાખ વૃક્ષો લગાવવા માટે તેમણે એક મુખ્ય ‘ગ્રીન કોટા વન અભિયાન' લૉન્ચ કર્યુ હતુ.

ગ્રામીણ ક્ષેત્રમાં યોગદાન
નહેરુ યુવા કેન્દ્રના માધ્યમથી દેશના ગ્રામીણ વિસ્તારોમાં રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવા માટે એક મુખ્ય યોજના તૈયાર કરીને ગ્રામીણ વિસ્તારોમા પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આંદોલનનું નેતૃત્વ કર્યુ. તેમણે રાજસ્થાનના બારા જિલ્લામાં સહિયા આદિવાસી વિસ્તારોમાં કુપોષણ અને અર્ધ-બેરોજગારીને હટાવવા માટે મિશનનું નેતૃત્વ કર્યુ હતુ.
BJP MP Om Birla on being asked if he is NDA candidate for post the of Lok Sabha Speaker, as he leaves from the residence of BJP National Working President, J P Nadda: I have no information, I had just went to meet the Working President as a 'karyakarta'. pic.twitter.com/79L2bAUNgF
— ANI (@ANI) 18 June 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
