ભાજપે નક્કી કર્યા ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીના નામ, જાણો નામ
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઇ છે. જંગી બહુમતીથી જીતવાના કારણે હવે ભાજપ ત્રણેય રાજ્યના મુખ્યમંત્રીના નામ જાહેર કરવામાં આવશે. જોકે, ભારતીય જનતા પાર્ટીએ નામો જાહેર કર્યા નથી.
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. ભાજપે મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડી હતી. જીત બાદથી જ ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી.

કયા રાજ્યમાંથી કયા નેતાઓ મુખ્યમંત્રી પદના દાવેદાર છે?
મધ્ય પ્રદેશ - શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બની રહે તેવી શક્યતા છે. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશ ભાજપના સૌથી મોટા નેતાઓમાંથી એક છે. 2023માં શિવરાજ સિંહ ચૌહાણે તેમના જૂના ગઢ બુધની મતવિસ્તારમાંથી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડી હતી.
રાજસ્થાન - જ્યારે રાજસ્થાનમાં મહંત બાલકનાથ અને વસુંધરા રાજે મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે. આ ચૂંટણીમાં બંને નેતાઓ ખૂબ ચર્ચામાં રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે દલિત નેતા અર્જૂન રામ મેઘવાલનું નામ પણ ચર્ચામાં છે.
છત્તીસગઢ - ભાજપે છત્તીસગઢમાં જીત મેળવી છે. છત્તીસગઢમાં રમણ સિંહને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. મુખ્યમંત્રી બનવાની રેસમાં તેઓ સૌથી આગળ છે. જોકે, આ રાજ્યોમાં ભાજપ સત્તાની કમાન કોના હાથમાં સોંપે છે, તે તો સમય જ જણાવશે.
કોને કેટલી સીટો મેળવી? - મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 163 બેઠકો જીતી છે. જ્યારે છત્તીસગઢમાં 90માંથી 54 બેઠકો અને રાજસ્થાનમાં 199માંથી 115 બેઠકો ભાજપને મળી છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવા માટે 116 બેઠકો, છત્તીસગઢમાં 46 અને રાજસ્થાનમાં 101 બેઠકોની જરૂર હતી.
ભાજપે ત્રણેય રાજ્યોમાં જાદુઈ આંકડા કરતાં વધુ બેઠકો જીતી છે. જ્યાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પહેલાથી જ ભાજપનું શાસન હતું. જ્યારે રાજસ્થાનમાં સત્તા કોંગ્રેસના હાથમાં હતી, પરંતુ ત્રણ રાજ્યોમાં શાનદાર જીત સાથે ભાજપે ઉત્તર ભારતના લગભગ તમામ રાજ્યોની કમાન સંભાળી લીધી છે.
એક્ઝિટ પોલના પરિણામોમાં મધ્યપ્રદેશને બાદ કરતાં અન્ય તમામ જગ્યાએ નજીકની હરીફાઈ જોવા મળી હતી, પરંતુ ભાજપે તમામ અંદાજિત આંકડાઓને હરાવીને ત્રણ રાજ્યોમાં બહુમતી મેળવી છે. ચૂંટણી જીતતાની સાથે જ મુખ્યમંત્રી પદના ઉમેદવારોના નામને લઈને મૂંઝવણ શરૂ થઈ ગઈ હતી. સૂત્રોનું માનીએ તો રવિવારની સાંજે મળેલી ભાજપની બેઠકમાં ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવામાં આવ્યું છે, પરંતુ ભાજપે હજુ સુધી નામ જાહેર કર્યા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
