ભાજપ હિન્દુ ધર્મને સમજતો નથી, મા દુર્ગા માટે તેને આદર નથી-TMC
પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી પહેલા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. TMC એ દુર્ગા પૂજા સમિતિઓને 50 હજારનું અનુદાન આપવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી પહેલા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. TMC એ દુર્ગા પૂજા સમિતિઓને 50 હજારનું અનુદાન આપવાની જાહેરાત કરી છે, જેને ભાજપે ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે અને ચૂંટણી પંચ પાસે મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે પગલાં લેવાની માંગ કરી છે. જે બાદ ટીએમસીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. TMC એ દાવો કર્યો છે કે ભાજપ હિન્દુત્વને સમજતી નથી અને મા દુર્ગા માટે આદર નથી.

બુધવારે ટીએમસીએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ટીએમસીએ લખ્યું, હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યોના સ્વયભૂ રક્ષક હિન્દુત્વને સમજી શકતા નથી, હિન્દુ તહેવારોનું સન્માન કરવાનું ભૂલી જાય છે! હવે મા દુર્ગા અને બંગાળની પરંપરાઓ માટે તેમનો ઓછો આદર ખુલ્લો પડી ગયો છે!
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દરેક દુર્ગા પૂજા સમિતિને 50,000 રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત પર ભાજપ દ્વારા વિરોધ દાખલ કરવામાં આવ્યો છે. પેટાચૂંટણી પહેલા આ જાહેરાત અંગે પાર્ટીએ સવાલ ઉભા કર્યા છે. સાથે જ મમતા બેનર્જીએ પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આ કોઈ નવી જાહેરાત નથી, ગયા વર્ષની જેમ જ છે.
ગયા રવિવારે ટીએમસીએ જાહેરાત કરી હતી કે, મમતા બેનર્જી 30 સપ્ટેમ્બરે ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નંદીગ્રામ બેઠક પરથી ભાજપના સુવેન્દુ અધિકારી સામે હાર્યા બાદ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માટે તેમણે પેટા ચૂંટણી જીતવી પડશે. બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ પ્રતાપ બેનર્જી અને બાલુરઘાટના સાંસદ સુકાંત મજુમદાર સહિત ભાજપનું પ્રતિનિધિમંડળ મંગળવારે રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યું અને બેનર્જી સામે પગલાં લેવાની માંગ કરી હતી.
ભાજપના પ્રતિનિધિ મંડળે કહ્યું કે, અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે ભવાનીપુર પેટાચૂંટણી માટે ટીએમસી ઉમેદવાર મમતા બેનર્જી સામે કાર્યવાહી કરે. તેમને પેટાચૂંટણીમાં ભાગ લેતા રોકવા જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
