Odisha Train Accident: સીએમ નવીન પટનાયકે કરી રાજકીય શોકની ઘોષણા, આજે કોઈ સમારોહ નહિ
Odisha Balasore Train Accident: ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બાલાસોરના બહાનાગા બજારમાં ભીષણ ટ્રેન દુર્ઘટનાને લઈને રાજ્ય શોકની જાહેરાત કરી છે. શનિવારે એક દિવસના શોકની ઘોષણા કરતા મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે આ દિવસે કોઈ રાજ્ય સમારંભ યોજાશે નહીં.
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233થી વધુ મુસાફરોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે.
મુખ્યમંત્રીની જાહેરાત અનુસાર, 3 જૂન એટલે કે આજે શનિવારે રાજ્યમાં એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.

ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગે એક સત્તાવાર રિલીઝ દ્વારા આ માહિતી આપી છે કે 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ ઉજવણી કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ હતો અને ઘટનાના સમાચાર તેમના મંત્રાલય સુધી પહોંચતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પેસેન્જર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરવા પાછળનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે 2 જૂને સાંજે 7 વાગ્યાની આસપાસ, ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12841)ના 10થી 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા અને સામેના પાટા પર પડ્યા. આ ટ્રેન હાવડાથી ચેન્નાઈ જઈ રહી હતી.
આ દરમિયાન, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં. 12864) પાટા પરથી ઉતરેલા કોચ સાથે અથડાઈ હતી, જેના કારણે તેના પોતાના ત્રણ-ચાર કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. આ ટ્રેન યશવંતપુરથી હાવડા જઈ રહી હતી. જે બાદ તે ટ્રેક પર ઉભેલી બીજી માલગાડી સાથે અથડાઈ હતી.
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
VIDEO | “In Balasore, 10-12 coaches of Coromandel Express train, travelling from Howrah to Chennai, derailed and encroached on to the opposite track, which led to the derailment of 3-4 coaches of train travelling from Yeshwanthpur to Howrah,” says Railway spokesperson Amitabh… pic.twitter.com/9nGO7xn41q
— Press Trust of India (@PTI_News) June 2, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
