ઉત્તર પ્રદેશમાં વધુ એક ટ્રેન અકસ્માત, માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતર્યા
છેલ્લા કેટલાક સમયથી સતત રેલ અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ગોંડામાં અકસ્માતને ગણતરીના દિવસો બાદ ઉત્તર પ્રદેશમાં વધુ એક અકસ્માત સર્જાયો છે.
ઉત્તર પ્રદેશના અમરોહામાં માલગાડીના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અહેવાલો અનુસાર, માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જે બાદ દિલ્હી-લખનૌ રેલવે લાઇનની બંને લાઇન બંધ કરી દેવામાં આવી છે.

અકસ્માત બાદ અમરોહા રેલવે સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને લખનૌથી દિલ્હી જતી તમામ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
સૂત્રો અનુસાર, આ દુર્ઘટના બાદ આ રૂટ પર ચાલતી ટ્રેનોને પણ રોકી દેવામાં આવી છે. આ અકસ્માત અમરોહા રેલવે સ્ટેશન પાસે થયો. અકસ્માત અંગે એડીએમ અમરોહા સુરેન્દ્ર સિંહે કહ્યું કે, અમરોહામાં એક માલગાડી પલટી ગઈ છે અને તેના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. બે કોચ કેમિકલથી ભરેલા છે અને ઘણી ટ્રેનોને અસર થઈ છે.
દિલ્હી-લખનૌ રેલ્વે લાઇન પર સાંજે લગભગ 7 વાગે જોરદાર ધડાકા સાથે અકસ્માત થયો. રેલવે ટ્રેક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, જ્યારે દિલ્હી અને મુરાદાબાદથી આવતી ડઝનેક ટ્રેનોને અસર થઈ છે.
જણાવી દઈએ કે, આ પહેલા યુપીના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે, જ્યારે 31 લોકો ઘાયલ થયા છે.
ઉત્તર પૂર્વ રેલવેના ગોંડા-ગોરખપુર રેલવે સેક્શન પર મોતીગંજ અને ઝિલાહી રેલવે સ્ટેશન વચ્ચે ગુરુવારે બપોરે ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ગોંડા જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા શર્માએ કહ્યું કે, અત્યાર સુધીમાં ચાર મુસાફરોના મોત થયા છે અને 32 ઘાયલ થયા છે. ઘાયલો પૈકી છની હાલત ગંભીર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
