પંજાબની આપ સરકારે આપી દિવાળી ભેટ, લાગુ કરી જૂની પેન્શન યોજના
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની સરકારે આજની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકાર તરફથી રિટાયર્ડ કર્મચારિઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે.
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની સરકારે આજની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકાર તરફથી રિટાયર્ડ કર્મચારિઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે આ જૂની પેન્શન યોજના લાગુ કરીને રાજ્ય સરકારે તેમના નિવૃત કર્મચારીઓને દિવાળી ગીફ્ટ આપી છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ નિર્ણય રાજ્યના લાખો પૂર્વ કર્મચારીઓ માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. આવા સમયે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા પર અભિનંદન આપતા ટ્વિટ કર્યું હતું કે, અમે પંજાબને વચન આપ્યું હતું કે, અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરીશું. આજે ભગવંત માન જી એ વચન પૂરું કર્યું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં ગુરૂવારના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં અન્ય ઘણા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, ધાર્મિક ગ્રંથો વહન કરતા વાહનોને ટેક્સમાંથી મુક્તિ આપવાના નિર્ણયને પણ આપ સરકારે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત નોકરીઓમાં પંજાબના યુવાનોને પ્રાથમિકતા આપવા માટે ભરતીના નિયમોમાં ફેરફારને પણ મંજૂરી આપવામાં આવી છે. આવા સમયે, મોહાલીમાં મેડિકલ કોલેજના નવા સ્થાનને મંજૂરી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
हमने पंजाब को वादा किया था कि पंजाब में Old Pension Scheme लागू करेंगे। आज @BhagwantMann जी ने वादा पूरा किया। पंजाब के सभी कर्मचारियों को बधाई। New Pension Scheme नाइंसाफ़ी है। पूरे देश में वापिस OPS लागू होनी चाहिए
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 21, 2022
HP और गुजरात की जनता मौक़ा देगी तो वहाँ भी OPS लागू करेंगे https://t.co/0pSZlks7ls
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
