8 જુલાઇ 2013 : તસવીરોમાં જુઓ દિવસભરના મહત્વના સમાચારો
આજે દેશભરમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકીય ઘટનાક્રમની વાત છે, ક્યાંક લોકોને આફતમાંથી ઉગારવાની વાત છે, ક્યાંક નવા લોન્ચિંગની વાત છે, તો ક્યાંક રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આવા કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

1 નવી દિલ્હી - અંડરગ્રાઉન્ડ ટનલ
જામા મસ્જિદ અને દિલ્હી ગેટ વચ્ચે મેટ્રો રેલ માટે 96 મીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ ચાલી રહ્યું છે.

2 કોલકતા - ભાઇચારો
બિહારના બોધગયામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોને પગલે કોલકત્તામાં આવેલા બૌદ્ધ મંદિર ખાતે બૌદ્ધ સાધુઓ અને મુસ્લિમ બિરાદરોએ શ્રદ્ધાંજલિ આપતા પ્લેકાર્ડ તૈયાર કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

3 બોધગયા - પ્રાર્થના
બોધગયામાં મહાબોધી મંદિર ખાતે સોમવારે બૌદ્ધ સાધુઓએ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

4 બોધગયા - એનએસજી કાર્યવાહી
મહાબોધિ મહાવિહાર મંદિરમાંથી એનએસજી અને એનઆઇએના અધિકારીઓએ વિવિધ પ્રકારના સેમ્પલ એકત્ર કરવાની કામગીરી કરી હતી.

5 સિકંદરાબાદ - બચાવ કામગીરી
આંધ્રપ્રદેશના સિકંદરાબાદમાં એક હોટેલ જમીનદોસ્ત થઇ ગયા બાદ ચાલી રહેલી બચાવ કામગીરી.

6 બેંગલોર - પરવેઝ રસૂલ
ભારતીય ક્રિકેટ ટીમની ઝિમ્બાબ્વે ટૂર માટે ઓફ સ્પિનર પરવેઝ રસૂલની પસંદગી કરવામાં આવી છે.

7 બેલતાલ - અમરનાથ યાત્રા
બેલતાલ ખાતે સોમવારે અમરનાથ યાત્રા તરફ આગળ વધી રહેલા શ્રદ્ધાળુઓની લાંબી કતાર.

8 કોલકત્તા - શ્રદ્ધાંજલિ
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જ્યોતિ બસુને તેમની 100મી જન્મજયંતિ પ્રસંગે બાળકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

9 મુંબઇ - વરસાદ
મુંબઇમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઇ જતા વાહન ચાલકોને મુશ્કેલી નડી હતી.

10 દક્ષિણ 24 પરગણા - બળદ દૌડ
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં હેરોભંગા ગામ ખાતે ડાંગરના ખેતરમાં યોજાયેલી બળદ દોડમાં ભાગ લેનાર ખેડૂતો સડસડાટ ગાડું દોડાવ્યું હતું.

11 કોલકત્તા - દાદાનો જન્મદિન
આજે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીના 41મા જન્મદિને તેમના ચાહકોએ બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

12 શ્રીનગર - પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો
શ્રીનગરના જહાંગીર ચોક ખાતે પોતાની માંગણીઓ માટે પ્રદર્શન કરી રહેલા સરકારી કર્મચારીઓને વિખેરવા પાણીનો મારો ચલાવી રહેલી પોલીસ.

13 નવી દિલ્હી - ભાજપ બેઠક
આજે નવી દિલ્હીમાં ભાજપની સંસદીય સમિતીની બેઠકમાં ચર્ચા કરી રહેલા પક્ષ પ્રમુખ રાજનાથ સિંહ, એલ કે અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી તથા ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી.

14 નવી દિલ્હી - અલગ છતાં લગોલગ
ભાજપમાં અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચેના ખટરાગને સૌ કોઇ જાણે છે. જેના કારણે અડવાણી નરેન્દ્ર મોદી સમક્ષ આવવાનું ટાળે છે. જો કે આજે નવી દિલ્હીમાં ભાજપની સંસદીય સમિતીની બેઠકમાં બંને આમને સામને આવી ગયા હતા.

15 લોન્ચિંગ
આજે બોલીવુડ અભિનેત્રી ચિંત્રાંગદાએ માઇક્રોમેક્સ કેનવાસ 4 સ્માર્ટફોનનું લોન્ચિંગ કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
