24 August Covid Update : જાણો ગુજરાત, ભારત અને દુનિયામાં શું છે કોરોના અપડેટ
દેશમાં નવા કોરોના કેસ અને એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધઘટ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 10,649 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 36 લોકોના મોત થયા હતા. આવા સમયે, સક્રિય કેસોની સંખ્યા ઘટીને 96,442 થઈ ગઈ છે.
24 August Covid Update : દેશમાં નવા કોરોના કેસ અને એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધઘટ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 10,649 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 36 લોકોના મોત થયા હતા. આવા સમયે, સક્રિય કેસોની સંખ્યા ઘટીને 96,442 થઈ ગઈ છે.

કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થયો
હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,43,68,195 થઈ ગઈ છે. બુધવારની સવારના 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરકરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થઈ ગયો છે.

રાષ્ટ્રીય રિકવરી રેટ 98.59 ટકા
બુધવારના રોજ નોંધાયેલા મૃત્યુના 36 કેસોમાં ચાર લોકોનો પણ સમાવેશ થાય છે, જેમના નામ હવે કેરળ દ્વારા મૃતકોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 64 કેસનો ઘટાડો થયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.59 ટકા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 294 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 404 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

રાજ્યમાં કુલ 11,000 લોકોના મોત
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં કુલ 11,000 લોકોએ કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2018 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,000 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,55,225 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા2018 થઇ છે. જેમાંથી 19 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,16,40,272 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કુલ 12,16,40,272 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈરહી છે.

3,60,775 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.96 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 3,60,775 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
