પીએમ મોદીની આગેવાનીમાં 180 દેશના લોકો આંતરરાષ્ટ્રીય યોગા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે
અમેરિકાના ન્યૂયોર્કમાં યુનાઇડેટ નેસન્શના મુખ્યાલયોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં 180 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. સૂત્રો મુજબ ખુદ પીએમ મોદી આ કાર્યક્રમની આગેવાની કરશે. આ વખતે યોગ દિવસનો કાર્યક્રમ મોટા સ્તરે યોજાશે. વિવિધ વર્ગ સાથે જોડાયેલા લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
દુનિયાભરના લોકો આ કાર્યક્રમમાં જોડાશે, જેમાં નેતા, આર્ટિસ્ટ, ડિપ્લોમેટ, સાહિત્યકારો વગેરે સામેલ હશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 20 જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. 21 જૂને પીએમ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું પ્રતિનિધિત્વ કરશે.

યોગ દિવસના કાર્યક્રમ બાદ પીએમ મોદી વૉશિંગ્ટન ડીસી જશે, જ્યાં વ્હાઇટ હાઉસમાં 22 જૂને તેમનું ઔપેચારિક સ્વાગત થશે. જે બાદ મોદી અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડન સાથે મુલાકાત કરશે.
પ્રેસિડેન્ટ બાઇડેન અને ફ્સ્ટ લેડી જિલ બાઇડન પીએમ મોદી સાથે રાજકીય ભોજમાં પણ સામેલ થશે. વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ 22 જૂનના રોજ પીએમ મોદીસંયુક્ત અમેરિકી કોંગ્રેસને પણ સંબોધિત કરશે.
યૂએસ કોંગ્રેસમેન લીડર્સ, હાઉસ ઑફ રિપ્રેજેન્ટેટિવના સ્પીકર કેવિન મૈકાર્થી અને સિનેટના સ્પીકર ચાર્લ્સ થૂમરના નિમંત્રણ પર પીએમ મોદી સંયુક્ત અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરશે.
23 જૂને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ અને વિદેશ મંત્રી એંટની બ્લિંકન પીએમ મોદી સાથે સંયુક્ત લન્ચની મેજબાની કરશે. આ તમામ સત્તાવાર કાર્યક્રમ ઉપરાંત પીએમ મોદી શીર્ષ સીઈઓ, પ્રોફેશનલ્સ અને અન્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની મુલાકાત પણ કરશે. તેઓ ભારતીય સમુદાયના લોકોની મુલાકાત પણ લેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
