1 September Covid Update : છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નોંધાયા 7,946 પોઝિટિવ કેસ
દેશમાં પહેલાથી જ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, ગુરુવારના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,946 નવા કેસ નોંધાયા છે, જ્યારે 9,828 લોકો સાજા થયા છે.
1 September Covid Update : દેશમાં પહેલાથી જ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, ગુરુવારના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,946 નવા કેસ નોંધાયા છે, જ્યારે 9,828 લોકો સાજા થયા છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

પોઝિટિવિટી રેટ 2.98 ટકા
હાલમાં દેશમાં કોરોનાના 62,748 સક્રિય કેસ છે, જ્યારે પોઝિટિવિટી રેટ 2.98 ટકા પર પહોંચી ગયો છે અને દેશમાં અત્યાર સુધીમાં કુલ2,12,52,83,259 લોકોને રસી આપવામાં આવી છે.

37 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા
ગુરૂવાર સવારે 8 કલાકે અપડેટ કરવામાં આવેલ ડેટા જણાવે છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન 37 કોવિડ સંબંધિત સાથે મૃત્યુઆંક વધીને527,911 પર પહોંચી ગયો છે, જેમાં કેરળ દ્વારા જૂના ઉમેરાયેલા 12 મૃત્યુનો સમાવેશ થાય છે.

સક્રિય કોવિડ કેસ લોડમાં 1,919 કેસનો ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, હાલમાં સક્રિય કેસોમાં કુલ કોરોના સંક્રમણના 0.14 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડરિકવરી રેટ વધીને 98.67 ટકા થયો છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન સક્રિય કોવિડ કેસ લોડમાં 1,919 કેસનોઘટાડો નોંધવામાં આવ્યો છે.

જ્યારે પણ બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો
જોકે દેશમાં કોરોનાનો પ્રકોપ ચોક્કસપણે ઓછો થયો છે, પરંતુ તે સમાપ્ત થયો નથી, તેથી દરેક વ્યક્તિએ તેના વિશે સાવચેત રહેવું ખૂબ જમહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે માસ્કનો ઉપયોગ કરો અને જ્યારે પણ તમે બહારથી ઘરે આવો ત્યારે તમારા હાથ ધોવા.

કોરોના રસીના બૂસ્ટર ડોઝ લેવા માટે સરકારે કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા લોકોને કોરોના રસીના બૂસ્ટર ડોઝ મેળવવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ આઅપીલની લોકો પર કોઈ ખાસ અસર થઈ રહી નથી.

નિરાશાજનક છે ગ્રાફ
કોરોના રસીના બૂસ્ટર ડોઝ સાથે સંબંધિત ડેટા થોડો પરેશાન કરનારો છે. કારણ કે, 18 થી 60 વર્ષની વયજૂથના માત્ર 12 ટકા લોકોને જરસીનો બૂસ્ટર ડોઝ મળ્યો છે, જ્યારે આ વયની વસ્તીનો આંકડો દેશમાં 77 કરોડ છે. આવી સ્થિતિમાં બૂસ્ટર ડોઝનો આ ગ્રાફ ચોક્કસપણેનિરાશાજનક છે.

દરેક વ્યક્તિને સાવધાની રાખવાની જરૂર
અત્રે નોંધનીય છે કે, કોરોના રસી અને બૂસ્ટર ડોઝ મળ્યા બાદ પણ લોકોને ફરીથી કોરોના થઈ રહ્યો છે, તેથી હજૂ પણ દરેક વ્યક્તિએસાવચેત રહેવાની ઘણી જરૂર છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 196 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 275 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે વલસાડ, ભાવનગર અને રાજકોટમાં એક-એક કોવિડસંબંધિત મૃત્યુ નોંધાયું હતું.

રાજ્યમાં કુલ 11,011 લોકોના મોત
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,011 લોકોએ કોરોનાસંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1673 થઇ
આ સાથે રાજ્યમાં કુલ 12,57,572 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1673 થઇ છે. જેમાંથી 12 ની હાલત ગંભીર છે,જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,35,12,129 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કુલ 12,35,12,129 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈરહી છે.

68,565 કોરોના વેક્સિનના ડોઝ અપાયા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.00 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 68,565 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
