પાટીદારોમાં હાર્દિક પટેલનો વિરોધ ભાજપને નુકસાન કરશે !!
પાટીદારોમાં હાર્દિક પટેલનો વિરોધ ભાજપને નુકસાન કરશે !!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગવાની શરૂઆત પહેલાં જ કાયમની માફક કોંગ્રેસમાંથી ભાજપમાં આયારામ ગયારામ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના વરસો જૂના વફાદાર કહેવાતા નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. તો, બીજી તરફ કોંગ્રેસ નેતાગણ કોઈ પણ આધુનિક સુધારા માટે વિચારતા નથી. કોંગ્રેસ પાસે કોઇ વિઝન કે લોકો સુધી જવા વિશ્વસનિય અને સ્વિકૃત ચહેરો મુકવા ચિંતન કરતું નથી..! જોકે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન કોંગ્રેસમુક્ત ભારત કરવાનું છે અને તેના કારણે રાજ્ય ભાજપ નેતાગણ દરેક પ્રકારની નીતિ અપનાવી રહ્યો છે. કોંગ્રેસના મોટા ગજાના નેતાઓને ખેરવી પાડવામાં સફળતા મળી છે. નરહરિ અમીનથી લઈને હાર્દિક પટેલને ખેરવીને ભાજપના ખેસ પહેરાવી દીધા અને તેમના સમર્થકોને થાળે પાડી દેવામાં ભાજપ સફળ થયુ છે.

હાર્દિક પટેલના પક્ષપલટા બાદ રાજ્યભરમાં તેની સામે આક્રોશ સાથે ભારે વિરોધ શરૂ થયો છે. સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બીજી તરફ હાર્દિકના ભાજપ પ્રવેશ બાદ પાટીદાર આંદોલન સમય દરમ્યાન કરેલા નિવેદનો તથા પત્રકારો સાથે કરેલા ઈન્ટરવ્યુ જે તે સમયના વિડિયો થઈ રહ્યા છે જેમાં તેણે સત્તાધારી ભાજપ સરકારના નેતાઓ અને ભાજપ નેતાઓની આકરી ભાષામાં ટીકાઓ કરેલ તેવા વિડીયો અને તેમાં પણ જેને જનરલ ડાયર કહ્યા હતા તે વીડિયો હોશિયાર મીડીયા પર મોટા પ્રમાણમા વાયરલ થઈ રહ્યા છે. હાર્દિક પટેલના સોશિયલ મિડિયા પેજ પર ટિકા ટિપ્પણીનો વરસાદ થાય છે. આમ પ્રજા અને ભાજપ કોંગ્રેસના સમર્થકો તેના પર સોશિયલ મિડિયા મારફતે માછલાં ધોઇ રહ્યા છે. કાર્યકરો અને નેતાઓ પણ ચર્ચા કરે છે કે દેશદ્રોહી કહેનાર આને કેસ કરનાર ભાજપાએ ક્યાં સ્વાર્થને લઈને હાર્દિક ને પક્ષમા લીધો છે....?જેને પોતાના પાટીદાર સમાજને દગો દીધો છે તેનો ભરોસો કેમ થઈ શકે...? તેણે તો 14 પાટીદાર યુવાનોની લાશોનો સોદો કર્યો છે.અને આવી અનેકવિધ કોમેન્ટોનો મારો ચાલી રહ્યો છે જે આવનાર સમયમાં ભાજપ માટે જોખમરૂપ તો નહીં બનેને....?!
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ











Click it and Unblock the Notifications
