મહાશિવરાત્રિના મેળાને લઈ રેલવે વિભાગે 4 જોડી સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યું, જાણો સમય અને રૂટ
Railway News: મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર જૂનાગઢ અને વેરાવળ ખાતે ઉમટતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા માટે રેલવે વિભાગ દ્વારા 4 જોડી 'મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ' ટ્રેનો દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા સાથે અનારક્ષિત (Unreserved) કેટેગરીમાં દોડશે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના સમયપત્રકની ખાતરી કરી લે અને સ્ટેશન પર સ્વચ્છતા જાળવવામાં રેલવે તંત્રને સહયોગ આપે.

મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેનોનું વિગતવાર શિડ્યુલ
1. રાજકોટ-વેરાવળ-રાજકોટ (ટ્રેન નં. 09513/09514)
- સમય: ટ્રેન નં. 09513- રાજકોટથી સવારે 06:55 કલાકે ઉપડી 10:55 કલાકે વેરાવળ પહોંચશે. ટ્રેન નં. 09514- પરતમાં વેરાવળથી બપોરે 15:20 કલાકે ઉપડી રાત્રે 20:00 કલાકે રાજકોટ પહોંચશે.
- રૂટ: આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશને ઉભી રહેશે.
- ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.
2. ભાવનગર-વેરાવળ-ભાવનગર (ટ્રેન નં. 09581/09582)
- સમય: ટ્રેન નં. 09581- વેરાવળથી સવારે 06:50 કલાકે ઉપડી બપોરે 14:00 કલાકે ભાવનગર પહોંચશે. ટ્રેન નં. 09582- પરતમાં ભાવનગરથી બપોરે 14:50 કલાકે ઉપડી રાત્રે 21:35 કલાકે વેરાવળ પહોંચશે.
- રૂટ: કેશોદ, જૂનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા અને સિહોર ખાતે સ્ટોપેજ રહેશે.
- ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.
3. વેરાવળ-ગાંધીગ્રામ (અમદાવાદ)-વેરાવળ (ટ્રેન નં. 09584/09583)
- સમય: ટ્રેન નં. 09584- વેરાવળથી સવારે 04:00 કલાકે ઉપડી બપોરે 12:00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. ટ્રેન નં. 09583-પરતમાં ગાંધીગ્રામથી બપોરે 13:00 કલાકે ઉપડી રાત્રે 21:00 કલાકે વેરાવળ પહોંચશે.
- રૂટ: આ ટ્રેન બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સહિતના મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે.
- ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.
4. વેરાવળ-જૂનાગઢ-વેરાવળ (મીટર ગેજ) (ટ્રેન નં. 09591/09592)
- સમય: ટ્રેન નં. 09591- વેરાવળથી સવારે 09:15 કલાકે ઉપડી બપોરે 13:00 કલાકે જૂનાગઢ પહોંચશે. ટ્રેન નં. 09592- પરતમાં જૂનાગઢથી બપોરે 13:25 કલાકે ઉપડી સાંજે 17:05 કલાકે વેરાવળ પહોંચશે.
- રૂટ: સવની, તાલાળા, સાસણ ગીર, સતાધાર, વિસાવદર અને બિલખા જેવા સ્ટેશનોને આવરી લેશે.
- ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
