VGGS 2024: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના લાયઝન ઓફિસરનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
VGGS 2024: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2023માં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડી આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને માત્ર ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ ઇવેન્ટને સફળ બનાવવા રાજ્યમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે, અને ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર ખાતે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરની અધ્યક્ષતામાં VGGS-2024ના લાયઝન ઓફિસરોનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો.

આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સૌ લાયઝન ઓફિસરોને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવે VGGS-2024 વિશે માહિતગાર કર્યા હતા, તેમજ એક આદર્શ લાયઝન ઓફિસર કેવો હોય તેના વિશે પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. VGGSમાં આવતા ડેલીગેટ્સ ગુજરાતના માનવંતા મહેમાનો છે. તેઓ આ ત્રણ દિવસમાં અતિથી દેવો ભવ:ની આપણી પરંપરાથી પરિચિત થાય અને ગુજરાતને જાણી અને માણી શકે તે પ્રકારનો અનુભવ પૂરો પાડવા સૌને અનુરોધ કર્યો હતો.
VGGSની અકોમોડેશન, ટ્રાન્સપોર્ટ અને પ્રોટોકોલ કમિટીના હેડ તેમજ ગુજરાત સરકારના પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લા દ્વારા પ્રેઝેન્ટેશન મારફત લાયઝન ઓફિસરોને ડેલીગેટ્સના રહેવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા અને પ્રોટોકોલ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. VGGS વેન્યુ કમિટીના હેડ દ્વારા મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેના વેન્યુ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એટલં્ જ નહિ, લાયઝન ઓફિસરોને પાર્કિંગ એરિયા અને ટ્રાન્સપોર્ટેશન રૂટ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
ડેલીગેટ્સ સરળતાથી ઈમિગ્રેશન પૂરું કરી શકે, સરળતાથી વાહન મળી રહે તે માટે એરપોર્ટ કમિટીના હેડ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા પણ લાયઝન ઓફિસરોને આયોજનની વિગતો આપવામાં આવી હતી.
નોંધનીય બાબત છે કે, VGGSની આ સંપૂર્ણ વ્યવસ્થા અંગેની માહિતી લાયઝન ઓફિસરો સરળતાથી મેળવી શકે તે માટે એક મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લીકેશનનો પણ લાયઝન ઓફિસરોને ડેમો આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લાયઝન ઓફિસરોના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ પી. સ્વરૂપ, ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માન્ઝુ, ટેકનીકલ શિક્ષણ કમિશનર બંછાનિધી પાની સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
