તાપી જિલ્લા ચૂંટણી અધિકારીએ આપી EVM મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી
EVM mobile demonstration van : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને તાપી જિલ્લાના મતદારો માટે ઇવીએમ/વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકોમા જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે.
જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી EVMના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગ સહિત જિલ્લા વિકાસ અધિકારી વી. એન. શાહે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી એચ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થીતીમાં જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. તાપી જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે.

આ ઇવીએમ નિદર્શન વાન તાપી જિલ્લાના દરેક બુથ પર જઇને ઇવીએમ/વીવીપેટ શું છે? તે અંગેની માહિતી પૂરી પાડશે. તેમજ વાનમા રાખવામા આવેલ ઇવીએમ મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવશે.
મતદાર પોતે જે નાંમાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ, તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશિનમા ક્યાં આવશે, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો, તથા મત જે ઉમેદવારને આપ્યો છે તેને જ મત મળેલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે દરેક બુથ દીઠ ઇવીએમ/વીવીપેટ નિદેર્શન વાન માહિતી પૂરી પાડશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા નાગરિક પુરવઠા અધિકારી નેહા સવાણી, વ્યારા મામલતદાર એચ.જે.સોલંકી, સહિત જિલ્લા ચુંટણી વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
