સોમનાથના આંગણે "સ્વાભિમાન પર્વ"નો ભવ્ય પ્રારંભ: રાજકોટથી વિશેષ ટ્રેનથી સોમનાથ પહોંચ્યા ભક્તો
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અતૂટ આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી ચાર દિવસીય "સોમનાથ સ્વાભિમાન પર્વ" નો મંગલ પ્રારંભ થયો છે. ૦૮ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી સુધી ચાલનારો આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના ૧૦૦૦ વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ વિજયગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે.

વિશેષ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓનું આગમન
રાજ્ય સરકાર દ્વારા આ પર્વમાં જોડાવા ઈચ્છતા ભક્તો માટે ચાર મુખ્ય મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. આજે રાજકોટથી ઉપડેલી વિશેષ ટ્રેન જ્યારે સોમનાથ રેલવે સ્ટેશને પહોંચી, ત્યારે હજારો શિવભક્તોના 'જય સોમનાથ' અને 'હર હર ભોલે'ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
સંઘર્ષ અને આસ્થાનો ૧૦૦૦ વર્ષનો ઇતિહાસ
સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે. ૧૦૨૬માં મહમદ ગઝનવીના આક્રમણ બાદ સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આ આસ્થાના કેન્દ્રને ખંડિત કરવાના પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારતવર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને ભાવભીની અંજલિ આપવામાં આવી રહી છે.
યાત્રાળુઓના પ્રતિભાવો
દીપકભાઈ દવે (રાજકોટ): "અમે અહીં માત્ર દર્શન કરવા નહીં, પણ આપણા ગૌરવશાળી ઇતિહાસને નમન કરવા આવ્યા છીએ. અનેક આક્રમણો છતાં આજે આ ભવ્ય શિખર અડીખમ ઊભું છે, જે આપણી સંસ્કૃતિની જીવંતતાનું પ્રમાણ છે."
દેવાંગ જાની (સુરેન્દ્રનગર): "સરદાર પટેલે જે રીતે આ મંદિરનું નવસર્જન કર્યું અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે તેને વિશ્વસ્તરીય બનાવી રહ્યા છે, તે જોઈને દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે."
આગામી કાર્યક્રમો
૧૧ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેનો મારફતે ઉમટી પડશે. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, શૌર્ય ગાથા પ્રદર્શન અને ૧૦ જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
