e-KYC અંગે અન્ન-નાગરિક પુરવઠા મંત્રીએ આપ્યું મોટું નિવેદન, કરી આ જાહેરાત
રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે.
અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, માય- રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે.

કુંવરજી બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2787 આમ કુલ 4376 જેટલી આધારકીટ કાર્યરત છે. e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી 1000 આધારકીટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે, e-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર છે. આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર્સને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
