કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ
જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક ગાંધીનગરમાં રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર તથા નાયબ દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

પરામર્શ સમિતિના સભ્ય ધારાસભ્યઓ દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં, પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગ અંતર્ગત સુજલામ સુફલામ યોજનામાંથી પાઈપલાઈન મારફતે તળાવો ભરવા, હયાત જળસંગ્રહની સંગ્રહક્ષમતા વધારવી, નર્મદા તેમજ સુજલામ સુફલામ કેનાલના નિર્માણથી ખેતરમાં જવાના રસ્તાઓ માટે ઊભી થયેલી મુશ્કેલી, ગામોના તળાવોની ગંદકી દૂર કરવા તળાવો-કેનાલની સફાઈ, સરકારી સંસ્થાઓ વચ્ચે સંકલન વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા અંતર્ગતની બાબતોમાં ડોર સ્ટેપ ડિલીવરી, પુરવઠા વિભાગના નવા મોટા સરકારી ગોડાઉન બનાવવા, સસ્તા અનાજની દુકાનોમાં ખૂટતાં જથ્થાની પરમીટ આપવા, ઈ.એફ.પી. એસ સીસ્ટમમાં પડતી મુશ્કેલીઓ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા-રજૂઆતો કરવામાં આવી હતી.
સંસદસભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની વિવિધ રજૂઆતો કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
