NeVA પ્રોજેક્ટ અમલવારીની સમીક્ષા માટે સચિવ શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને મળી SPMUની છઠ્ઠી બેઠક
દેશની વિધાનસભાઓને ડીજીટલ બનાવવા ભારત સરકાર દ્વારા "વન નેશન, વન એપ્લીકેશન" અંતર્ગત નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન એટલે કે NeVA પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાને પણ ડીજીટલ અને પેપરલેસ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નેવા પ્રોજેક્ટને અમલી બનાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

'સ્વચ્છ ભારત સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ'ને પ્રોત્સાહન આપતા NeVA પ્રોજેક્ટની અમલવારીની સમીક્ષા કરવા માટે આજે ગુજરાત વિધાનસભા ખાતે ભારત સરકારના સંસદીય બાબતોના સચિવ જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને સ્ટેટ પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ(SPMU)ની છઠ્ઠી બેઠક મળી હતી.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભામાં NeVAની અમલવારી માટે તબક્કાવાર થઇ રહેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપતું પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝેન્ટેશન બાદ સચિવ સહિત ઉપસ્થિત સભ્યો દ્વારા આ પ્રોજેક્ટની અસરકારક અમલવારી માટે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભા દ્વારા NeVA પર ટ્રાયલ સ્ટેજ માટે કરવામાં આવેલી કામગીરી તેમજ વેબસાઈટનો ઇન્ટરફેસ સંસદીય બાબતોના સચિવશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સચિવશ્રીએ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને કેપેસીટી બિલ્ડીંગ માટે તાલીમોનું આયોજના કરવા, રાજ્ય આધારિત ફેરફારો કરવા તેમજ તાલીમ માટે પ્રાદેશિક ભાષામાં સાહિત્ય તૈયાર કરવા માટે સૂચનો આપ્યા હતા.
આ પ્રોજેક્ટની અમલવારી માટે જરૂર જણાયે ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલય તરફથી પૂરતો સહયોગ આપવાની સચિવશ્રીએ ખાતરી આપી હતી. બેઠક બાદ સચિવ શ્રીનિવાસે ગુજરાત વિધાનસભા ગૃહની પણ મુલાકાત લઇ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં નાણા વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નેહરા, ગુજરાત ઇન્ફોરમેટીક્સ લી.ના મેનેજીંગ ડિરેક્ટર વિદેહ ખરે, રાજ્યના સંસદીય બાબતોના સચિવ સી.જે. ગોઠી, એન.આઈ.સી.ના સ્ટેટ ઇન્ફોરમેટીક્સ ઓફિસર પી. કે. સિંહ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
