"સાબરમતી જેલમાં બેઠેલા કહે છે હવે તો મોદી સાહેબને અહીં મોકલો"

મોઢવાડિયાએ જણાવ્યું કે "ગુજરાતની ચૂંટણી હોવા છતાં મુખ્યમંત્રી સવાર પડે અને ડો.મનમોહનસિંહનું નામ લેવાનું ભૂલતા નથી તેઓ કહે છે કે, વડાપ્રધાન ડો.મનમોહનસિંહમાં તાકાત હોય તો મારી સામે ચૂંટણી લડી બતાવે. ત્યારે મારે કહેવું છે કે, ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતની વાત કરો તમારી અંદર તાકાત હોય તો મારી સામે પોરબંદરમાં કે પછી વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ સામે ભાવનગરમાં ચૂંટણી લડી બતાવો. મારો તમને પડકાર છે."
તેમણે જણાવ્યું કે "નરેન્દ્ર મોદી વ્યક્તિગત પ્રહારો કરવાનું બંધ કરે અને ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે આપવામાં આવતી જમીનો અંગે વાત કરે. આજે 15 પૈસામાં શાકભાજી મળતી નથી અને મોદીએ કરોડો ચો.મી. જમીન માનીતા ઉદ્યોગપતિઓને 15 પૈસામાં વેચી મારી છે."
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના ભાજપના શાસનમાં યુવાનોને નોકરી મળતી નથી, ગૃહિણીઓને ઘર મળતું નથી. બાળકોને શિક્ષણ મળતું નથી ત્યારે મારે કહેવું છે કે, ભાજપને ત્યાં તો રૂપિયાની થેલીવાળાઓનું રાજકારણ ચાલે છે.
મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું કે, સાબરમતી જેલમાં બેઠેલા લોકો કહે છે કે, અમે તો કોઇને હીરો બનાવવા માટે એન્કાઉન્ટર કર્યા હવે તો મોદી સાહેબને અહીં મોકલો તો બસ. હવે હિન્દુઓના મતોમાંથી રસ નીકળી ગયો એટલે મુસ્લિમો માટે સદભાવના. હવે લોકો આ મુખ્યમંત્રીને ઓળખી ગયા છે.
વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, "ગુજરાતના મુખ્યમંત્રી લોકસભાની ચૂંટણીમાં જ્યાં જ્યાં પ્રચાર કરવા જાય ત્યાં તેમના પક્ષના સુપડાં સાફ થઇ જાય છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં સભા સંબોધી આવ્યા છે ત્યારે હવે હિમાચલમાં ૭૪ ટકા વધારે મતદાન થયું છે. જ્યારે 2002માં હિમાચલમાં મુખ્યમંત્રી મોદી ગયા ત્યાં ભાજપના સુપડાં સાફ થઇ ગયા હતા હવે ગુજરાતમાં પણ ભાજપના સુપડાં સાફ થઇ જશે"
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
