જાણો તમારા ઉમેદવારને: દસાડાથી ભાજપના રમણલાલ વોરા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં દસાડાની સીટ પરથી ભાજપના રમણલાલ વોરાને ટિકિટ આપવામાં આવી છે. રમણલાલ વોરા વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં દસાડા વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે રમણલાલ વોરાની પસંદગી કરવામાં આવી છે. તો રમણલાલ વોરા વિષે થોડુ જાણીએ. રમણલાલનો જન્મ 26 સપ્ટેમ્બર, 1952ની રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોવિંદપુરામાં થયો હતો. રમણલાલના પિતાનું નામ ઇશ્વરલાલ વોરા છે અને તેઓએ આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો.

રમણલાલ વોરા અને તેમની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો તેઓ ઇડર વિધાનસભા પરથી પાંચ વખત ધારાસભ્ય બન્યા છે. તેમણે સૌ પ્રથમ 1995માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એ બાદ તેમની સેવા અને લોકપ્રિયતાના કારણે સતત વિજેતા થતા રહ્યા હતા. આ ઉપરાંત તેઓ વર્ષ 2016માં ગુજરાત વિધાનસભાની સ્પીકર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. myneta. in પરથી મળતી માહિતી અનુસાર રમણલાલ વોરાએ બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ કુસમાબેન છે. તેમને બે પુત્ર અને બે પુત્રી છે. 2012ની ચૂંટણીમાં તેમણે પોતાના વ્યવસાય વિશે જણાવ્યુ હતુ કે, તેઓ રિટાયર્ડ બેંક કર્મચારી અને સામાજિક કાર્યકર છે. તેમની સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તે લગભગ એક કરોડ જેટલી છે. તેમના પર કોઈ પણ ગુનાહિત કેસ નથી નોંધાયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
