રાહુલ ગાંધી ઓક્ટોબરમાં બે દિવસની ગુજરાત મુલાકાતે
અમદાવાદ, 17 સપ્ટેમ્બર : લોકસભા ચૂંટણી 2014ની ધમાધમી વચ્ચે વિવિધ પ્રદેશોની મુલાકાત લઇ રહેલા કોંગ્રેસના સ્ટાર નેતાઓ હવે ગુજરાત તરફ પણ પ્રયાણ કરવાના છે. આ મુલાકાતમાં સૌ પ્રથમ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે. તેઓ ઓક્ટોબરમાં બે દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે.
આ અંગેની માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને યુવા નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 3 અને 4 ઓક્ટોબર, 2013 એમ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. રાજ્યના બે દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી પ્રદેશ કારોબારીના સભ્યો સાથે બેઠક કરશે અને દરેક જિલ્લા યુનિટના આગેવાનો સાથે પણ બેઠક કરશે.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને જ્યારથી કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી તેઓ તબક્કાવાર દેશના તમામ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજી પક્ષના સંગઠનને વધુ મજબુત અને અસરકારક બનાવવાની દિશામાં મહત્વના સૂચનો પણ કરી રહ્યા છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રવાસનો હજુ વિસ્તૃત કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હોવાનું પણ મોઢવાડિયાએ જણાવ્યું હતું. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી 3 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લા આગેવાનોને પણ અમદાવાદ ખાતે મળશે.
બીજા દિવસ એટલે કે 4 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધી રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લા આગેવાનો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ થવા અંગે વિચાર વિમર્શ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
