PM Modi Gujarat Visit : PM મોદી 27 જુલાઇએ ગુજરાત આવશે, સૌરાષ્ટ્રને આપશે ઘણી ભેટ
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઇના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઘણા વિકાસના પ્રકલ્પોની ભેટ આપશે. આ સાથે સાથે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના સાથે જોડાયેલી એક મોટી ભેટ આપશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના હેઠળ લિંક-3 ના પેકેજ 8 અને પેકેજ 9 નું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. 27 જુલાઈના રોજ વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે.

SAUNI પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં પૂર્ણ થયેલા પેકેજ 8 અને 9 લિંક 3 સાથે, નર્મદાનું પાણી હવે સૌરાષ્ટ્રના 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ માટે અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે ઉપલબ્ધ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે SAUNI પ્રોજેક્ટ હેઠળ લીંક-3ના પેકેજ 8 હેઠળ 265 કરોડ ખર્ચીને ભાદર-1 અને વેરી ડેમ સુધી 32.56 કિમી વ્યાસની 2500 મીમી લંબાઈની એમએસ પાઇપલાઇનની ફીડર એક્સ્ટેંશન લાઇન નાખવામાં આવી છે. આનાથી 57 ગામોના 75,000 થી વધુ લોકોને પીવાનું પાણી અને 42,380 એકરથી વધુ જમીનની સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી શકશે.
આ જ ક્રમમાં જો આપણે લિંક 3 ના પેકેજ 9 વિશે વાત કરીએ, તો 129 કરોડ ખર્ચીને આજી-1 ડેમ અને ફોફલ-1 ડેમ સુધી 36.50 કિમી વ્યાસની 2500 મીમી લંબાઈની એમએસ પાઇપલાઇનની ફીડર એક્સ્ટેંશન લાઇન નાખવામાં આવી છે. જેના કારણે 38 ગામોની 10018 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે અને 23 હજારથી વધુ લોકોને પીવાનું પાણી નર્મદાનું પાણી મળી શકશે.
સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનાના મહત્વ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સૌની એ વડાપ્રધાનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આ પ્રોજેક્ટની કલ્પના કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 7 વર્ષમાં 1203 કિલોમીટરની પાઈપલાઈન નાખવામાં આવી છે.
આ સાથે 95 જળાશયો, 146 ગામના તળાવો અને 927 ચેકડેમોમાં કુલ 71206 મિલિયન ઘનફૂટ પાણી ઉપલબ્ધ થયું છે, જેનાથી આશરે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે. જેના કારણે અંદાજે 80 લાખની વસ્તીને પીવા માટે માતા નર્મદાનું પાણી મળવા લાગ્યું છે.
સૌની યોજના શું છે? - સૌની એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના એ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવનદાયી પ્રોજેક્ટ છે. આ અંતર્ગત નર્મદા નદીમાં આવતા વધારાના 10 લાખ એકર ફીટ (43,500 મિલિયન ક્યુબિક ફીટ) પાણીને સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત 11 જિલ્લાઓમાં 115 હાલના જળાશયોમાં ભરવાનું આયોજન છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં 970 થી વધુ ગામોને 8,24,872 એકર જમીનની સિંચાઈ અને 82 લાખ લોકોને પીવાના પાણી માટે નર્મદાના પાણીની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે રૂપિયા 18,563 કરોડના ખર્ચે બનેલી સૌની યોજના પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના કામ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
