ગુજરાતમાં 20 વીઘા જમીનવાળાને જ મળશે દારૂની પરમીટ
ગાંધીનગર, 4 સપ્ટેમ્બર : ગુજરાતમાં શરાબના શોખીનો માટે એક વિચિત્ર સ્થિતિ ઉભી થઇ છે. આ સ્થિતિ ગુજરાત સરકારના નવા પરિપત્રને કારણે ઉભી થઇ છે. ગુજરાતના ગૃહવિભાગે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર અનુસાર હવેથી 'હેલ્થ ગ્રાઉન્ડ' ઉપર અપાતી વિદેશી દારૂની પરમીટને માટે 'વેલ્થ ગ્રાઉન્ડ' પણ જોવામાં આવશે. આ માટે સરકારે કેટલાક માપદંડો તૈયાર કર્યા છે.
આ પરિપત્રને કારણે હાહાકાર મચ્યો છે. ડોક્ટરો પણ આવા ફરમાન વાસ્તવિક્તા અને તબીબી સલાહ સામે અપ્રસ્તુત ગણાવી રહ્યાં છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ડોક્ટરી સલાહ હોય તો દવા તરીકે મર્યાદિત માત્રામાં વિદેશી દારૂ પીવા માટે પરમીટ મળી શકે છે. પરંતુ નવા પરિપત્રને કારણે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામના શોખીનેને જલસા પડી શકે છે.

રાજ્યના ગૃહવિભાગની સત્તા હેઠળ આવતાં નશાબંધી ખાતાએ નક્કી કરેલાં ડોક્ટરી સત્તાધીશોનું પ્રમાણપત્ર જરૂરી હોય છે. આવા પ્રમાણિત વ્યક્તિને દરમહિને પરમીટ શોપમાંથી દારૂની લિમિટેડ બોટલ મેળવવા માટે પરમીટ અપાય છે. એટલે કે હેલ્થ ગ્રાઉન્ડ ઉપર આ પરમીટ આપવામાં આવે છે.
હવે વેલ્થ ગ્રાઉન્ડ ઉપર પરમીટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે મુજબ વીસ વિઘાના જમીનદાર હોવ અને ત્રણ લાખ રૂપિયા વર્ષે કમાણી કરતા હોવ તો જ તમને દારૂ માટેની પરમીટ મળી શકશે. આટલી મિલકત નહીં હોય તો ડોક્ટરની સલાહ છતાં તમને હેલ્થ ગ્રાઉન્ડ ઉપર દારૂની પરમીટ નહીં મળી શકે.
પરિપત્રમાં જણાવ્યા અનુસાર હેલ્થ પરમીટ મેળવવા માટે મહિને રૂપિયા 25,000ની લઘુત્તમ આવક હોવી જરૂરી છે. આ આવકના પાંચ વર્ષથી ઇન્કમટેક્સ રિટર્ન ભરાતા હોવા જોઈએ, ખેડૂતોની બાબતમાં તેમની પાસે વીસ વીઘા જમીન હોવી જોઈએ, ખેડૂત હોય તો તેની આવક વર્ષે 3 લાખ રૂપિયા હોવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
