Navratri 2023: રુપાલ ગામમાં આજે નીકળશે વરદાયીની માતાની પલ્લી, લાખો લિટર શુદ્ધ ઘીથી કરાશે અભિષેક
Navratri 2023: ગાંધીનગરના રુપાલમાં ગામમાં આજે નવમાં નોરતે વરદાયીની માતાની પલ્લી કાઢવામાં આવશે. જેના પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે.
પાંડવોના સમયથી રુપાલ ગામમાં આ પરંપરા ચાલતી આવે છે. માનતા પૂરી થયા બાદ વરદાયીની માતાના સુપ્રસિદ્ધ મંદિરમાં લોકો શુદ્ધ ઘી ચડાવે છે. નવરાત્રિમાં દર વર્ષે અહીં પલ્લી દરમિયાન ચારથી પાંચ લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.

આજે મહાનવમીના રોજ રાતે 12 વાગે વરદાયીની માતાની પૂજા માટે નીકળતી આ પલ્લીમાં ચોખ્ખા ઘીને અભિષેક કરવામાં આવશે. અહીં 18 સમાજો સાથે મળીને પલ્લીમાં યોગદાન આપે છે. ગામની દરેક ગલીઓ અને રસ્તામાં ઘીના મોટા કુંડ બનાવાય છે અને પલ્લી દરમિયાન ટ્રોલીમાં ઘી ભરીને માતાજીની પલ્લી પર અભિષેક કરવામાં આવે છે. ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે.
ગાંધીનગરથી 15 કિમી દૂર આવેલ રુપાલના ગામના વરદાયીની માતાના મંદિરમાં આશરે પાંચ હજાર વર્ષ પહેલા પાંડવોએ આ મહોત્સવની શરુઆત કરી હતી. આ ગામમાં જન્મતા બાળકોને જ્યાં સુધી પલ્લીની જ્યોત પર ફેરવવામાં ન આવે ત્યાં સુધી તેમની બાબરી ઉતારી શકાતી નથી. નવા જન્મ લેતા બાળકને પલ્લી દરમિયાન માતાજીના રથ પરની જ્યોત પર ફેરવવામાં આવે છે.
સરકારી તંત્ર દ્વારા ડુપ્લીકેટ ઘીનો વેપાર ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ મેડિકલ ટીમ રુપાલમાં ભક્તોની સારવાર માટે હાજર રહેશે. વળી, પાંચ 108 એમ્બ્યુલન્સ પર સ્ટેન્ડ બાય રહેશે. ફૂડ વિભાગ દ્વારા મેળાના ખાદ્ય પદાર્થોનુ સ્થળ પર જ ચેકિંગ કરાશે. જો કોઈ નમૂનો ફેલ જણાશે તો વેપારીને સ્થળ પર જ દંડની કાર્યવાહી હાથ ધરાશે.
નોંધનીય છે કે પલ્લીના દર્શન માટે રુપાલ ગામમાં દર વર્ષે લાખો ભક્તો આવતા હોય છે. સરકારી તંત્રએ મંદિર પ્રશાસન અને ગામના આગેવાનો સાથે મળી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગામમાં તમામ કોમના લોકો કોઈ પણ ભેદભાવ વિના ઉત્સાહ અને ઉમંગથી આ ઉત્સવમાં ભાગ છે. ધાર્મિક મહત્વ સાથે અહીં કોમી એકતાના પણ દ્રશ્યો જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
