કાર્પેટ બોમ્બાર્ડીંગમાં મનસુખ માડવીયાએ જસદણ ખાતે સભા સંબોધી, કુવરજી બાવળીયા માટે મત માંગ્યા
કાર્પેટ બોમ્બીંગ અંતર્ગત રાજ્યમાં એકસાથે યોજવામાં આવેલ જાહેરસભાઓ અંતર્ગત આજે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાના સમર્થનમાં એક જંગી જાહ
કાર્પેટ બોમ્બીંગ અંતર્ગત રાજ્યમાં એકસાથે યોજવામાં આવેલ જાહેરસભાઓ અંતર્ગત આજે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાના સમર્થનમાં એક જંગી જાહેર સભાને સંબોધી હતી. મનસુખ માંડવિયા આમ આદમી પાર્ટી અને કોગ્રેસ પર જોરદાર ચાબખા માર્યા હતા.

મનસુખભાઇ માંડવીયાજીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષો સુધી કોંગ્રેસે દેશ અને રાજ્યમાં સત્તા ભોગવી છે પરંતુ તેમને જેટલા વચનો આપ્યાં હતાં તે બધા જ અધુરા રાખ્યાં હતાં. હાલમાં કોંગ્રેસ સિવાય દિલ્હીનું મોડેલ લઇ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા મેળવવાના દિવા સ્વપ્ન લઇ જુઠા વચનો આપવા નિકળી છે. પરંતુ ગુજરાતની જનતા ક્યારેય ત્રીજા પક્ષને સ્વિકાર્યો નથી. ગુજરાતની જનતા મફતનું ક્યારેય લેતી નથી. ગુજરાતની જનતાનો હાથ આપવા માટે લંબાવે છે નહીં કે લેવા માટે અને એટલા માટે જ ગુજરાતની જનતા આવા રેવડીઓ આપનારા લોકોને ક્યારેય સ્વિકારશે નહીં અને તેઓની ડિપોઝીટો આંચકી ફરી ક્યારેય ગુજરાત તરફ નજર કરવાની હિંમત ન કરે તે રીતે પરત મોકલી આપશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહે છે તે જ કરે છે, જે વચનો આપે તે પુરા કરે જ છે અને એટલા માટે જ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી ૧૯૯૫થી રાજ્યમાં સત્તાના સુકાન સોંપે છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ૨૪ કલાક વિજળી આપી છે, ઘેર ઘેર પિવાનું શુધ્ધ પાણી પુરૂ પાડ્યું છે. સૌથી વધુ રોજગારી આપનારૂ ગુજરાત બનાવ્યું છે.
રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા સીટના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને સમર્થન આપવા માટે સંતો મહંતો, સંગઠનના હોદેદારો અને જસદણની જનતાનો આભાર માન્યો હતો અને જનતાએ તેમજ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા વિશ્વાસને ક્યારેય નહીં તોડે તેવી ખાત્રી આપી. અત્યાર સુધી ધારાસભ્યશ્રી તરીકે કરેલ વિકાસની કામગીરીનો હિસાબ આપતા જણાવ્યું હતું કે બાકી રહેતા વિકાસ કાર્યો પણ કોઇ પણ કચાસ રાખ્યા વગર પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. રાજ્યની જનતા સ્વદેશી વસ્તુઓનો સ્વિકાર કરે છે અને આયાતી ને જાકારો આપે છે. જસદણની જનતાને આવા આયતીઓની ડિપોઝીટ આંચકી ફરી જસદણ ઉપર નજર ના કરે તેવી રીતે પરત મોકલી આપવાના છે.
કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાજીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જસદણ વિધાનસભા બેઠકના લોકપ્રિય અને પ્રજાવત્સલ ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા હંમેશા વિસ્તારના વિકાસના કાર્યો માટે સતત ચિંતિત રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચારની સભા હોય કે અન્ય કોઇ કાર્યક્રમ હોય ધર્મ સત્તાને મહત્વ આપે છે અને એટલા માટે જ આ સમર્થન સભામાં સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને સંતો મહંતો પણ તેમના આશિર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ભરોસાની સરકાર રહી છે. જે વચનો આપ્યાં છે તે પુરા કરતા આવ્યાં છે.
મનસુખભાઇ માંડવીયાજીએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન તરીકે સત્તાના સુકાન સંભાળ્યા બાદ ખેડૂતો સમયસર બિયારણ મેળવી વાવણી કરી શકે તે માટે વાર્ષિક રૂ. ૧૨૦૦૦/- ડીબીટી મારફતે સીધા જ તેમના ખાતામાં જમાં કરાવે છે. ખેડૂતોને ૦ ટકા વ્યાજે ધિરાણ આપવાની શરૂઆત કરી છે. ગરીબ માણસોને જટીલ રોગની સારવાર મફત મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ આપ્યાં છે. આ કાર્ડ હેઠળ પરિવારના દરેક સભ્યોને રૂ. પાંચ -પાંચ લાખ સુધીની સારવાર મફત આપવામાં આવે છે. નર્મદા ડેમ થી ૧,૨૦,૦૦૦ કિ. મી. સુધીની પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્ર અને કચ્છ ના લોકોને પિવાનું શુધ્ધ પાણી પુરૂ પાડ્યું છે. સૌની યોજના હેઠળ વેડફાતું પાણી સૌરાષ્ટ્રના ડેમો ભરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જિનની સરકાર દ્વારા આવા જન હિતકારી અને વિકાસ લક્ષી કાર્યો સતત કરતી હોવાથી ભરોસા ની ભાજપા સરકાર કહેવામાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર કહેવામાં શરમ અનુભવતો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
