ખુલ્લામાં શૌચથી મુક્ત થયુ ભારત, પીએમ મોદીએ કર્યુ એલાન
મહાત્મા ગાંધીની 150મી જયંતિના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા જ્યાં તેમણે દેશને ખુલ્લામાં શૌચથી મુક્તનુ એલાન કર્યુ.
મહાત્મા ગાંધીની 150મી જયંતિના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા જ્યાં તેમણે દેશને ખુલ્લામાં શૌચથી મુક્તનુ એલાન કર્યુ. આ પહેલા સાબરમતી આશ્રમમાં પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાનુ માલ્યાર્પણ કર્યુ. ગાંધીજીના જન્મને 150 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ 150 રૂપિયાના ચાંદીના સિક્કા જાહેર કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે તમે બધાએ જે રીતે પુરુષાર્થ કર્યો છે, બાપૂનુ સપનુ સાકાર કરવા માટે મહેનત કરી છે. હું આપ સૌને નમન કરુ છુ. દેશભરમાંથી જે સરપંચ આવ્યા છે, તમે લોકો ગરબા જોવા ગયા કે નહિ. બાપૂની જયંતિનો ઉત્સવ તો આખી દુનિયા મનાવી રહી છે. થોડા દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ ટપાલ ટિકિટ જાહેર કરી અને આજે અહીં પણ ટપાલ ટિકિટ અને સિક્કા પણ જાહેર કરવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યુ કે બાપૂએ સ્વચ્છતાગ્રહ અને સત્યાગ્રને નવુ રૂપ આપ્યુ હતુ. આ આપણા સૌના માટે ખુશીનો મોકો છે. આજે ગ્રામીણ ભારતે પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત કરી લીધુ છે. આ સફળતાની વાત છે, બધા સરપંચો, સ્વચ્છતાગ્રહીઓને અભિનંદન.

આખુ વિશ્વ આનાથી ચક્તિ
પીએમ મોદીએ કહ્યુ કે મને લાગી રહ્યુ છે કે ઈતિહાસ પોતાનામાં પુનરાવર્તિત થઈ રહ્યો છે જે રીતે બાપૂના આહ્વવાન પર દેશવાસી સત્યાગ્રહ માટે આગળ આવ્યા હતા એ જ રીતે સ્વચ્છતાગ્રહ માટે કરોડો ભારતવાસી આગળ આવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે સ્વચ્છતાના આ અભિયાને બોલિવુડથી લઈને રમતગમત સુધી દરેક જણને જોડ્યુ. દરેક પ્રેરિત અને પ્રોત્સાહિત થયા. આજે આખુ વિશ્વ આનાથી ચક્તિ છે. આજે ગ્રામીણ ભારતે પોતને ખુલ્લામાં શૌચથી મુક્ત કર્યુ છે. સ્વેચ્છા, સ્વપ્રેરણથી અને જનભાગીદારીથી ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનની આ શક્તિ છે અને સફળતાનો સ્ત્રોત પણ છે. આજે મને સંતોષ થાય છે કે સ્વચ્છ ભાપત અભિયાન સ્વચ્છતાની ઉણપના કારણે ગરીબોને થતી બિમારીઓથી બચાવવવાનુ કામ પણ કરી રહ્યુ છે.
|
આપણે જે મેળવ્યુ છે તે માત્ર એક પડાવ
પીએમ મોદીએ કહ્યુ કે આપણે જે મેળવી લીધુ છે તે પૂરતુ છે શું. આજે આપણે જે મેળવ્યુ છે તે માત્ર એક પડાવ છે. સ્વચ્છ ભારત માટે નિરંતર અમારા પ્રયત્નો ચાલુ છે. જે લોકો છૂટી ગયા છે તેમને આ કાર્યક્રમથી જોડવાના છે. જળજીવન મિશનથી લોકોને હવે જોડવાના છે. સરકારે જળ જીવન મિશન પર સાડા 3 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. દેશવાસીઓની સક્રિય ભાગીદારી વિના આ સુનિશ્ચિત કરવાનુ સંભવ નહોતુ. વર્ષ 2022 સુધી અમે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દેશને મુક્ત કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. કરોડો લોકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ નહિ કરવાનો નિર્ણય પણ કર્યો છે.
આપણે શરૂઆત પોતાનાથી કરવી પડશે
પીએમ મોદીએ કહ્યુ, આ આંદોલમાં આપણે શરૂઆત પોતાનાથી કરવી પડશે, સ્વચ્છતાના સફરમાં આપણી પાસે આ જ એકમાત્ર રસ્તો છે. આજે આખી દુનિયા સ્વચ્છ ભારત અભિયાનના આપણા મૉડલથી શીખવા ઈચ્છે છે. પૂજ્ય બાપૂ સ્વચ્છતા સર્વોપરિ માનતા હતા. ગાંધીજી આરોગ્યને સાચુ ધન માનતા હતા અને ઈચ્છતા હતા કે દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે. અમે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આ કરવાની કોશિશ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
