Loksabha Election 2024: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો તાલીમ વર્કશોપ યોજાયો
Loksabha Election 2024: લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં ઉમેદવારી પત્રોની ચકાસણીમાં ધ્યાને લેવાની બાબતો અને પોસ્ટલ બેલેટને લગતી બાબતો અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી.

મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓ સંદર્ભે અદ્યતન સુચનાઓ આપવામાં આવી છે.
આ સુચનાઓનો સમગ્ર રાજ્યમાં સુચારૂ અમલ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. આ એક દિવસીય તાલીમ વર્કશોપમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોના નામાંકન, ઉમેદવારી પત્રોની ચકાસણીમાં ધ્યાનમાં લેવાની બાબતો, ઉમેદવાર દ્વારા ફોર્મ પાછા ખેંચવા તથા ચિહ્વોની ફાળવણી અંગેની પ્રક્રિયાની સવિસ્તાર તાલીમ આપવામાં આવી હતી.
આ વર્કશોપમાં પોસ્ટલ બેલેટ પેપર અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓના ગૃપ દ્વારા મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ/અધિકારીઓ તથા એબસન્ટી વોટર્સના મતદાન માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
