ધારાસભ્યે વિધાનસભામાં ઉઠાવ્યા લધુમતિઓના સવાલ, મંત્રીએ આપ્યા આવા જવાબ
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે, નાણાકીય વર્ષ 2020-21 અને વર્ષ 2021-22 માં ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને રાજ્ય સરકાર તરફથી વર્ષવાર કેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી?
પંદરમી ગુજરાત વિધાનસભામાં 52, જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુ બાબરિયા સમક્ષ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને ગ્રાન્ટની ફાળવણી બાબતે પ્રશ્નો ઉપાડ્યા હતા.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે, નાણાકીય વર્ષ 2020-21 અને વર્ષ 2021-22 માં ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને રાજ્ય સરકાર તરફથી વર્ષવાર કેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી?
મંત્રીના આપેલા જવાબ મુજબ વર્ષ 2020-21માં ફાળવેલા ગ્રાન્ટ રૂયિયા 1985 લાખ અને વર્ષ 2021-22માં રૂપિયા 1615.51 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બીજો પ્રશ્ન કર્યો હતો કે, જો આટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તો તે પૈકી ઉક્ત સ્થિતિએ કેટલી ગ્રાન્ટનો ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમે વપરાશ કર્યો?
સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 તેમજ વર્ષ 2021-22માં વપરાયેલી ગ્રાન્ટ અનુક્રમે રૂપિયા 989.03 લાખ અને રૂપિયા 2278.49 લાખ હતી.
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ બાકી રહેલી જે ગ્રાન્ટ વપરાઈ નથી, તેને લગતો પ્રશ્ન ઉમેર્યો હતો કે, તે પૈકી કેટલી ગ્રાન્ટ વણવપરાયેલી રહી અને તેના શા કારણો છે?
મંત્રીના જવાબ મુજબ, વર્ષ 2020-21 અને 2021-22માં કોરોના મહામારીના કારણે લાભાર્થીઓ દ્વારા સમયસર લોન દસ્તાવેજીકારણ સમય મર્યાદામાં કરી શકાયું ન હોવાથી રૂપિયા 332.99 લાખ ગ્રાન્ટ વણવપરાયેલી રહી ગઇ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
