ગુજરાત ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર કેટલુ મહત્વનું? જાણો શું કહે આંકડા!
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે જંગ જામી રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતની સત્તા હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ 27 વર્ષથી સત્તામાં રહેલી બીજેપી માટે કોઈ પણ હિસાબે ગુજરાત બચાવવુ જરૂરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે જંગ જામી રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતની સત્તા હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ 27 વર્ષથી સત્તામાં રહેલી બીજેપી માટે કોઈ પણ હિસાબે ગુજરાત બચાવવુ જરૂરી છે. પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં બીજેપી કોઈપણ સંજોગે સત્તા ગુમાવવા ઈચ્છશે નહી. તમામ સમીકરણો વચ્ચે ગુજરાતની રાજનીતિ પર નજર કરીએ તો તે પાટીદાર, ઓબીસી, આદીવાસી અને દલિતોની આસપાસ ચાલે છે. ગુજરાતની રાજનીતિમાં પાટીદારોનું ખાસ સ્થાન છે એટલે જ તમામ પાર્ટીઓ પાટીદારોને સાધવાની કોશિશમાં લાગી છે.

ગુજરાતની રાજનીતિમાં પાટીદારો કેટલા મહત્વના?
ગુજરાતની રાજનીતિમાં પાટીદારોનો પ્રભાવ સમજવો હોય તો 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સમજવી જરૂરી છે. 2017માં ગુજરાતમાં બીજેપી માંડ માંડ સત્તા બચાવી શકી હતી. પાટીદાર અનામત આંદોલને બીજેપીને લગભગ હારની સ્થિતીમાં લાવીને છોડી દીધી હતી. જો કોંગ્રેસે થોડુ જોર લગાવ્યુ હોત તો સત્તા જવાનું લગભગ નક્કી જ હતું. આ ચૂંટણીમાં બીજેપીને 99 અને કોંગ્રેસને 77 સીટ મળી હતી.

પાટીદારો કેટલી સીટ પર પ્રભાવી
ગુજરાતમાં પાટીદારોના પ્રભાવની વાત કરીએ તો, કુલ 182 વિધાનસભા સીટોમાંથી 71 સીટો પર પાટીદારોનો સીધો પ્રભાવ છે. ગુજરાતની 52 વિધાનસભા એવી છે જ્યાં 20 ટકાથી વધુ પાટીદારોની વસ્તી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાટીદાર મત હાર-જીતમાં નિર્ણાયક સાબિત થાય છે.

પાટીદારો સત્તા પક્ષ માટે કેમ જરૂરી?
2017 વિધાનસભા ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો, આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છની 52 સીટોમાંથી બીજેપી માત્ર 23 સીટ જીતી શકી હતી. પાટીદાર આંદોલન ચરમ પર હતું ત્યારે બીજેપીને પાટીદારનો સાચો પ્રભાવ જોવા મળી ચુક્યો છે અને એટલે જ બીજેપી માટે પાટીદારોને સાધવા ખુબ જ જરૂરી છે.

ગુજરાતમાં પાટીદારોની વસ્તી
હાલ ગુજરાતમાં 6 કરોડ 30 લાખની વસ્તી છે. આમાંથી ગુજરાતમાં પાટીદારો 14 ટકા છે. મતદાનના ટકાવારીની વાત કરીએ તો 21 ટકા પાટીદાર મત છે. રાજ્યના પાટીદારોમાં 70 લેઉઆ અને 30 કડવા પાટીદાર છે.

હાર્દિક પટેલથી બીજેપીને કેટલો ફાયદો?
2017માં બીજેપીને હરાવવા માટે મેદાનમાં પડેલા હાર્દિક પટેલ હવે બીજેપીમાં છે ત્યારે હવે સવાલ એ છે કે બીજેપીને હાર્દિકથી કોઈ ફાયદો થશે કે કેમ? આ સવાલનો સાચો જવાબ તો ચૂંટણીના પરિણામો પછી જ મળશે પરંતુ એક તરફ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરીયા જેવા હાર્દિકના જુના જોગીઓએ આપમાંથી મેદાને પડ્યા છે ત્યારે બીજેપીને નુકસાન થશે તે નક્કી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
