જામનગર રાજકોટમાં મેઘતાંડવ - ક્યાંક પુલ તૂટ્યા તો ક્યાંક હેલીકોપ્ટરથી કરાયું રેસક્યૂ
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોહાલ છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નદીનાળા સાથે સાથે ડેમ પણ છલકાઇ રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોહાલ છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નદીનાળા સાથે સાથે ડેમ પણ છલકાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં અતિભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
રાજકોટ જીલ્લામાં આવેલી મવડી ગામની નદીમાં પુર આવતા આ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે રાજકોટ અને કંણકોટ ગામને જોડતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. રાજકોટની ખોખળદળ નદીમાં પણ પૂર આવ્યું છે. ખોખળદળ નદીમાં પૂર આવતા ઘરમાં વસરાદી પાણીનો ગરકાવ થયો હતો. ખોખળદળ નદીમાં પુર આવતા વેલનાથ પરા વિસ્તારમાં લોકોના ઘરમાં ઘરમાં 4 ફૂટ પાણી ભરાયા છે.

વધુ વરસાદ પડવાના કારણે પડધરી ટંકારા મત વિસ્તારના ધારાસભ્ય લલીત કગથરા, રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તથા પડધરી તાલુકા પીએસઆઇ આર. જે. ગોહેલ તથા એ. એ. ખોખર તથા તમામ પોલીસ સ્ટાફ, પડધરી તાલુકા મામલતદાર ભાવના વિરોજા તથા તમામ સ્ટાફ, પડધરી તાલુકા વિકાસ અધિકારી એન. પી. ગણાત્રા તથા તમામ સ્ટાફ, પડધરી તાલુકા પીજીવીસીએલ નાયબ ઈજનેર વીબી મેરા સાહેબ તથા તમામ સ્ટાફ પડધરી તાલુકાના કોઇપણ ગામમાં દુર્ઘટના ન બને તે માટે આ તમામ તંત્ર હાલ ખડે પગે છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી ચૂક્યા છે.

સૌરાષ્ટ્રમાં રાત થી જ ધોધમાર વરસાદ શરૂ છે જેના કારણે રાજકોટ જિલ્લાના ન્યારી 1 અને પડધરી તાલુકાનો ન્યારી 2 ડેમના તમામ દરવાજાઓ ખોલવાથી ડોંડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડોંડી નદી ગાંડીતુર થતા નદી કાંઠાના ગામોમાં ઠેરઠેર ઘરોમાં પાણી ઘુસી ચૂક્યા છે. તંત્ર દ્વારા હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ જામનગર હાઇવે પર આવેલ ભારત હોટલ પાણીમાં ડૂબ થઈ ગઈ છે અને નદીનું પાણી રાજકોટ જામનગર હાઇવે પર ફરી વળ્યું છે. તંત્ર દ્વારા જામનગરથી રાજકોટ તરફ જવા માટેનો રસ્તો બંધ કરી વન વે શરૂ કર્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા તમામ લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
મવડીનો પુલ તૂટ્યો
રાજકોટમાં ભારે વરસાદને કારણે મવડી ગામનો પુલ તૂટી ગયો હતો. મવડી ગામની નદીમાં પુર આવતા આ પુલ તૂટી ગયો છે, જે કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.

ભારે વરસાદના કારણે શાળા-કોલેજો બંધ
ભારે વરસાદના કારણે રાજકોટ જીલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટ
જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ બી. એસ. કૈલા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓને જણાવવાનું કે, છેલ્લા બે દિવસના ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ બાળકોની સલામતી માટે આજે તારીખ 13, સપ્ટેમ્બર, 2021ના રોજ શાળાઓમા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રાખવા જણાવવામા આવે છે.
આ સાથે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ રાજકોટ શહેરની તમામ શાળા કોલેજો આજે બંધ રહેશે. હાલના ભારે વરસાદને કારણે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, તેમ જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

રાજકોટ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
- સવારે 6 થી બપોરે 4 સુધી રાજકોટમાં 12.5 ઈંચ
- રાજકોટના લોધિકામાં બપોરે 2 થી 4 માં ચાર ઈંચ
- સવારે 6 થી બપોરે 4 સુધી લોધિકામાં 17.5 ઈંચ વરસાદ
- ધોરાજીના સવારે 6 થી બપોરે 4 સુધી 8 ઈંચ વરસાદ
- કોટડાસાંગાણીમાં અત્યાર સુધી 8 ઈંચ વરસાદ
- ગોંડલમાં સવારથી અત્યાર સુધી 7 ઈંચ વરસાદ
- પડધરીમાં સવારથી અત્યાર સુધી 6.5 ઈંચ વરસાદ
રાજકોટ જિલ્લા, તાલુકા અને મહાનગર પાલિકાના આપદા પ્રબંધન કેન્દ્રના સંપર્ક નંબર
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે. જેમાં નિયંત્રણ કક્ષ એટલે કે કંટ્રોલ રૂમનો નંબર 0281-247173, ટોલ ફ્રી નંબર 1077 છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયત્રણ કક્ષનો નંબર 02781-2450077 છે. તેમ રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલની યાદીમાં જણાવાયુ છે.
તાલુકા નિયંત્રણ કક્ષના નંબર
- રાજકોટનો નંબર ૦૨૮૧- ૨૪૭૯૬૬૪
- ઉપલેટાનો નંબર ૦૨૮૨૬- ૨૨૧૪૫૮
- કોટડા સાંગાણીનો નં.૦૨૮૨૭- ૨૭૬૨૨૧
- ગોંડલનો નં.૦૨૮૨૫- ૨૨૦૦૯૩
- જેતપુરનો નં.૦૨૮૨૩- ૨૨૦૦૦૧
- જસદણનો નં.૦૨૮૨૧- ૨૨૦૦૩૨
- જામ કંડોરણાનો નં.૦૨૮૨૪- ૨૭૧૩૨૧
- ઘોરાજીનો નં.૦૨૮૨૪- ૨૨૧૮૮૭
- પડધરીનો નં.૦૨૮૨૦- ૨૩૩૦૫૯
- લોધિકાનો નં.૦૨૮૨૭- ૨૪૪૨૨૧
- વિછિયાનો ૦૨૮૧-૨૭૩૪૩૨
ભારે વરસાદને કારણે જામનગર જીલ્લાનું ખીમરણા ગામ બેટમાં ફેરવાયું છે. નદીમાં ઘોડા પુર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. જે કારણે નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થવા લાગ્યા છે. આ સાથે જામનગરથી રાજકોટ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. જામનગરમાં વિક્ટોરિયા બ્રિજનો પણ પાણીમાં ગરકાવ થયો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, બસ અને અન્ય વાહનોનો પાણીમાં ગરકાવ થયો છે. જેમાં લોકો પોતાનો જીવ બચાવવા બસ પર ચડી ગયેલા જોવા મળી રહ્યા છે.
આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના તેમજ પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડીને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી હતી. આ સાથે તેમને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા માટે જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી હતી. જેના પગલે હેલીકોપ્ટર દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં મેઘતાંડવ
- કાલાવડમાં બપોરે 2 થી 4 વચ્ચે 4 ઈંચ વરસાદ
- કાલાવડમાં સવારે 6 થી બપોરે 4 સુધી 14 ઈંચ વરસાદ
- જામનગર શહેરમાં બપોરે 2 થી 4 વચ્ચે 4 ઈંચ વરસાદ
- જામનગર શહેરના અનેક વિસ્તારો જળમગ્ન
-
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
