વિકસિત ભારત - 2047 સંકલ્પને પૂર્ણ કરવા સારથીની ભૂમિકા ભજવશે ગુજરાત
Viksit Bharat 2047: અમદાવાદ સિવિલ મેડિસીટીની સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ, આંખની એમએનજે ઇન્સ્ટીટ્યુટ અને ડેન્ટલ હોસ્પિટલને ઓટોનોમસ બનાવવા રૂપિયા 100 કરોડની ઐતિહાસિક નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અંદાજપત્ર 2024-25 ની વિવિધ જોગવાઇ પર વિધાનસભામાં થયેલા સામાન્ય ચર્ચામાં જણાવ્યું કે, આ વર્ષનું બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને સમાવિષ્ટ કરે છે.
સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સર્વસ્પર્શી આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીના વિકસિત ભારત સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં પહેલું કદમ છે. વિકસીત ભારત 2047ના સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત સારથીની ભૂમિકા ભજવશે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

આરોગ્ય અને શિક્ષણ સેવાનું માધ્યમ છે, તેમ જણાવી રાજ્ય સરકારે કુલ બજેટના અંદાજીત 23 ટકા રકમ આ બંને વિભાગો માટે ફાળવી હોવાનું તેમણે કહ્યુ હતુ.
રાજ્યમાં બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર ઘટાડવા માટે આ વર્ષના અંદાજપત્રમાં હાઇરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા માટે રૂપિયા 15 હજાર રૂપિયા અને આશા બહેનોને રૂપિયા 3 હજારની પ્રસુતિદીઠ પ્રોત્સાહન રકમ આપવાની નવી યોજનાની જોગવાઇ કરાઇ છે.
મારૂ ગામ , કુપોષણ મુક્ત ગામ જેવી પહેલમાં સરકાર સાથે સામાજીક અને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, પદાધિકારીઓને એકજૂટ થવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનોની વ્યવસ્થાઓને સુદ્રઢ કરવા માટે રૂપિયા 2308 કરોડની જોગવાઇ રાજ્ય સરકારે કરી છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીની સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ, આંખની એમએન્ડજે ઇન્સ્ટીટ્યુટ અને ડેન્ટલ હોસ્પિટલને ઓટોનોમસ બનાવવા રૂપિયા 100 કરોડની ઐતિહાસિક નાણાકીય જોગવાઇ કરાઇ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કેન્સરની વર્લ્ડ ક્લાસ સારવાર માટે સાયક્લોટ્રોન અને પ્રોટોન જેવી થેરાપી માટે રૂપિયા 600 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
સ્પોર્ટ્સ ક્ષેત્રે ટેકનોલોજીના મદદથી સંશોધન અને નવીનીકરણ કરવા માટે રૂપિયા 35 કરોડના ખર્ચે નવીન સ્પોર્ટ્સ ટેકનોલોજી સેન્ટર બનાવવાની પહેલ રાજ્ય સરકારે હાથ ધરી છે. કૌશલ્ય અને ટેકનોલોજીના સમન્વયથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય અને ઓલ્મ્પિક સ્તરના ખેલાડીઓ તૈયાર થશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યનો કોઇપણ ગરીબ ભૂખ્યો ન સૂવે તેની દરકાર ગુજરાત સરકારે કરી છે. જે માટે નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરું પાડવા માટે રૂપિયા 675 કરોડની જોગવાઇ કરાઇ છે.
NFSA રેશનકાર્ડ ધારકોને રાશનની સાથે પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પણ મળી રહે, તે માટે તુવેરદાળ અને ચણાના વિતરણ માટે રૂપિયા 767 કરોડની જોગવાઇ કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
ગુજરાતમાં અંદાજીત 50 ટકા જેટલી વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. જે વર્ષ 2047 સુધીમાં 70 ટકા જેટલો થવાનો અંદાજ છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષના બજેટમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતરિત કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે નક્કી કર્યું છે, જે કદમ સરાહનીય છે.
વર્ષ 2023 માં ગુજરાતમાં ગુજરાત અને ગુજરાત બહારના 17.65 કરોડ અને 24.09 લાખ જેટલા વિદેશી પ્રવાસીઓએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
