અહમદ પટેલની જીતથી ઝાંખી પડી ભાજપની વિજયગાથા
ગુજરાત રાજ્યસભા ચૂંટણાનુ આવ્યુ પરિણામ. અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહમદ પટેલની જીત. અહમદ પટેલની જીતથી ભાજપને થશે કયા નુકસાન વાંચો
ભારતમાં હાલ 18 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ભાજપે કેટલીક જગ્યાએ જીતીને તો કેટલીક જગ્યાએ જીત્યા વગર પણ તેને પોતાની સરકાર બનાવી છે, જો કે, ગુજરાત રાજ્યસભાની ચૂંટણી વધારે રોચક બની હતી. તેનું મુખ્ય કારણ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી છે. આથી જ રાજ્યસભાની ચૂંટણીમાંં ભાજપને માટે જીત વધારે મહત્વની હતી, પરંતુ અહમદ પટેલની જીતે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીતના ઉત્સવને ફિક્કો કરી નાંખ્યો છે.

અહમદ પટેલની જીતનો અર્થ ?
આ વર્ષના અંતમા ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ગુજરાતમાં ભાજપને હરાવવી એ કોગ્રેંસ માટે પથ્થરમાંથી પાણા કાઢવા જેટલું કઠણ કામ છે. પરંતુ રાજયસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીના રાજકીય સલાહાકારને હરાવી અમિત શાહ પહેલેથી જ કોગ્રેંસ પર દબાવ બનાવવા માંગતા હતા, ત્યારે આ જીતથી અમિત શાહના કોંગ્રેસમુક્ત ભારતના અભિયાનમાં થોડી અડચણ તો આવી છે.

રાજકિય નાટક
રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાતના રાજકીય સમીકરણોમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા હતા. કોગ્રેંસના દિગ્ગજ નેતા શંકર સિંહ વાધેલાએ અંત સમયે કોગ્રેંસનો છેડો ફાડતા ગુજરાત કોગ્રેંસ મરણ પથારીએ આવી ગઈ હતી, પરંતુ અહમદ પટેલની આ જીત કોગ્રેંસ પાર્ટી માટે સકારાત્ક સાબિત થઈ શકે છે.

અહમદ પટેલની જીત ભાજપ માટે નુકસારકારક
ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હરાવવામાં માટે કોગ્રેંસ પાટીદોરો, દલિતો અને સરકારથી અસંતુષ્ટ લોકોમાં મોદી સરકાર માટે વધુ નફરત ઉપજાવીને પોતાના મતોમાં વધારો કરવાની તૈયારીમાં છે. આ ચૂંટણીમાં અહમદ પટેલની હાર થઈ હોત તો કોગ્રેસની નાવડી ડુબી ગઈ હોત,પરંતુ આ જીતે ભાજપને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. હવે આના પરિણામો કેવા આવશે એ તો સમય જ કહેશે.

ચાણક્ય વિ. ચાણક્ય
અમિત શાહ જો ભાજપના ચાણક્ય છે તો, અહમદ પટેલ પણ કોગ્રેંસના ચાણક્ય છે અને આ લડાઈ ઘણા લાંબા સમયથી છે. ગુજરાત રાજ્યસભા ચૂંટણીના 10 કલાક ચાલેલા નાટક બાદ અહમદ પટેલની જીતની મિઠાઈ ભાજપ માટે ચોક્કસ કડવી રહેશે. હવે જોવાનું એ છે કે શંકરસિંહ વાઘેલા કયું પગલું લે છે અને આવનારા સમયમાં આ જીત કોગ્રેંસ માટે કેટલાક અંશે ફાયદાકારક સાબિત થાય છે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
