આજથી ગુજરાતમાં નવા 7 જિલ્લા, 22 તાલુકા અમલી બન્યા

નવા તાલુકાઓમાં ગીર-ગઢડા, જૂનાગઢ, લાખણી, ગોઝારિયા, જેસર, ખેરગામ, શંખેશ્વર, સરસ્વતી, વાપી, વધઈ, જોટાણા, નેત્રંગ, સૂઈગામ, થાનગઢ, ધોલેરા, વિંછીયા, ફાગવેલ, ગલતેશ્વર, બોડેલી, પોશીના, સંજેલી અને સૂબીર સહિતના તાલુકાઓ પણ અમલી બન્યા છે.
વિધાનસભાની ચૂંટણી વર્ષ 2012ની જાહેરાત પહેલાં વિવેકાનંદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વહીવટી સરળીકરણના મુદ્દે 26 જાન્યુઆરી 2013ના રોજ અમલમાં આવે તે રીતે સાત નવા જિલ્લા અને 22 નવા તાલુકાઓની રચના કરવાની જાહેરાત કરી હતી. વહીવટી કામગીરીના કારણોસર હવે આ નવા જિલ્લાઓ અને તાલુકાઓ આવતીકાલથી કાર્યરત થઈ રહ્યા છે.
મુખ્યમંત્રીની જાહેરાત બાદ વિધાનસભાના બજેટ સત્ર પહેલાં આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. નવા જિલ્લાઓ અને તાલુકાઓ માટે રૂપિયા 150 કરોડની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે. જાહેરનામું બહાર પડયા બાદ નિયમ મુજબ વાંધા અરજીઓ મંગાવવામાં આવે છે અને આ તાલુકાઓ અને જિલ્લાઓમાં સમાવિષ્ટ ગામોની ભૌગોલિક પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવામાં આવે છે, અનેક વાંધા અને સૂચન અરજીઓ આવ્યા બાદ અધિકારીઓ તેમજ ભાજપના ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારોની બેઠકો બાદ સુધારા-વધારા સાથેના સીમાંકનો તૈયાર કરાયા હતાં.
નવા તાલુકા અને જિલ્લા માટેનું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કચેરીઓ અને સ્ટાફ માટે સામાન્ય વહીવટ વિભાગે કામગીરી પૂર્ણ કરી લીધી છે. મોટાભાગની કચેરીઓ અત્યારે જૂની અને કાર્યરત કચેરીના બિલ્ડિંગોમાં શરૂ થશે. થોડા સમય પ્રજાને દફતર અલગ થવાથી મુશ્કેલી પડશે પરંતુ સરકારે કરેલી બજેટ ફાળવણી પ્રમાણેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરી દેવાયાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં જે-તે તાલુકાઓમાં જિલ્લાઓમાંથી સ્ટાફની ફાળવણી નવા તાલુકાઓમાં કરી દેવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
