ગુજરાત ચૂંટણી: પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલ BJPમાં જોડાયા
પાસના વાર સામે ભાજપના બે પલટવારપૂર્વ પાસ કન્વીનર ભાજપમાં જોડાયાનીતિન પટેલની પત્રકાર પરિષદ પછી ગુરૂવારે અધિકૃત રીતે ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા
ગુરૂવારે વધુ એક પાસ કન્વીનર અધિકૃત રીતે ભાજપમાં જોડાયા હતા. પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલે ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે પાસ કન્વીનરો પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો, તેમાંના એક ચિરાગ પટેલ પણ હતા અને તેઓ હાર્દિક સાથે જેલ પણ ગયા હતા. ભાજપમાં અધિકૃત રીતે જોડાયા બાદ તેમણે પત્રકાર પરિષદનું પણ સંબોધન કર્યું હતું.

ચિરાગ પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાટીદાર આંદોલન અમે બધાએ સાથે મળીને શરૂ કર્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં આ આંદોલન વ્યક્તિગત બની ગયું હતું. હું પાટીદાર સમાજના હિત માટે ભાજપમાં જોડાઉં છું. હાર્દિકે પોતાની પાપલીલા સ્વીકારી લેવી જોઇએ. સરદારનો ઉપયોગ કરતી કોંગ્રેસ અને માત્ર વોટબેંક માટે સરદાર તથા પાટીદારોનો ઉપયોગ કરતી કોંગ્રેસ કરતા મને ભાજપમાં જોડાવાનું વધુ સારું લાગ્યું. જે રીતે આ ઘટનાઓ ઘટી રહી છે, એના પરથી સ્પષ્ટ છે કે, પાછલા બારણે કોંગ્રેસ સાથે હાર્દિક મળેલો છે. પાટીદાર આંદોલનમાં કોંગ્રેસે હાર્દિકને ચહેરો બનાવ્યો છે, જેથી તેમને પાટીદારોનો લાભ મળે.
રાજદ્રોહના કેસ મામલે
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ઉપરાંત ચિરાગ પટેલ અને કેતન પટેલ પર પણ રાજદ્રોહનો કેસ થયો હતો. આ મામલે ચિરાગે કહ્યું હતું કે, એ કેસ પાછો ખેંચાય એ માટે હું ભાજપમાં નથી જોડાયો. એવી કોઇ ગણતરી નથી. કાયદો પોતાનું કામ કરશે. તો નીતિન પટેલને જ્યારે કેસ પરત ખેંચવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, રાજ્યમાં શાંતિની સ્થિતિ જળવાઇ રહે એ માટે સરકાર દ્વારા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ અંગે જાહેરાત પણ ઘણી પહેલા જ થઇ ચૂકી હતી. એ કેસમાં રાજદ્રોહનો કેસ પણ આવી જાય છે. ઘણા કેસો પાછા ખેંચાઇ ગયા અને અન્ય કેસો પરત ખેંચવાની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
