PM મોદીનો સૂટ ખરીદનારના જીજાને મળી BJPની ટિકિટ
પીએમ મોદીનો મોનોગ્રામવાળો સૂટ ખરીદનાર લાલજી પટેલના જીજાજીને મળી ભાજપની ટિકિટવિધાનસભા ચૂંટણી નજીક આવતાં રાજકારણમાં ગરમાવોઆ અંગે વધુ વાંચો અહીં...
રાજ્યની વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉ શરૂ થઇ ગયું છે અને આ સાથે જ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ પણ ખૂબ વધી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આરોપ કરવાનો એક પણ તક ચૂકતા નથી. ભાજપ દ્વારા અત્યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરવામાં આવી છે. આમાંથી ત્રીજી યાદીમાં ભાજપે સુરત પૂર્વથી કાંતિભાઇ બલ્લાર(પટેલ)ને ટિકિટ ફાળવી છે. કાંતિભાઇ બલ્લાર સુરતના હીરાના વેપારી લાલજી પટેલના જીજાજી છે. આ એ જ વેપારી છે, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોનોગ્રામવાળો સૂટ ખરીદ્યો હતો. આથી આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, લાલજી પટેલ અને પીએમ મોદીના સારા સંબંધોનો ફાયદો કાંતિભાઇ બલ્લારને મળ્યો છે.

ભાજપ તરફથી બે વાર ધારાસભ્ય બની ચૂકેલ અજય ચોક્સીના સ્થાને કાંતિભાઇને ટિકિટ આપવામાં આવી છે. કાંતિભાઇ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. સુરતના વરાછા વોર્ડ નંબર 6થી તેઓ વર્ષ 2010માં મહાનગરપાલિકાની ચૂંટણી પણ જીતી ચૂક્યાં છે. આ વિસ્તારમાં તેમનું સારું વર્ચસ્વ માનવામાં આવે છે. કાંતિભાઇને ટિકિટ આપવાનું બીજું કારણ પાટીદાર આંદોલન પણ માનવામાં આવી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલને કારણે રાજ્યમાં ભાજપને અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. પટેલ મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ભાજપે કાંતિભાઇને ટિકિટ આપી હોવાનું કહેવાઇ રહ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
