1980નો રેકોર્ડ દોહરાવવા 35 વર્ષથી તરસતી ગુજરાત કોંગ્રેસ
ગાંધીનગર, 19 એપ્રિલ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી જંગને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં 30 એપ્રિલે મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણી 1980માં તેણે જ સ્થાપિત કરેલા રેકોર્ડ સુધી પહોંચવા તરસી રહી છે.
કોંગ્રેસ પાર્ટીએ 1980માં 26માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે ભાજપ પણ ગુજરાતમાં 1980માં 26માંથી 25 બેઠકો જીતવાના કોંગ્રેસના રેકોર્ડને તોડી તમામ 26 બેઠકો જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.
બીજી તરફ કોંગ્રેસે પોતાના ગઢ સમાન બેઠકો જાળવી રાખવા કમર કસી છે. ભાજપ કોંગ્રેસના 25 બેઠકોના રેકોર્ડના તોડવામાં મહેનત કરી રહ્યો છે, ત્યારે હકીકત એ પણ છે કે 1984 બાદથી કોંગ્રેસ રાજ્યમાં એક ડઝનથી વધુ બેઠકો મેળવી શકી નથી. કોંગ્રેસ એક માત્ર 2004ની લોકસના ચૂંટણીમાં 12 બેઠકો મેળવી શકી હતી.
હવે ભાજપે 2014માં 26 લોકસભા બેઠકો પર વિજયપતાકા લહેરાવવાનો ટાર્ગેટ બનાવ્યો છે, પણ ખાનગી અહેવાલ મુજબ ભાજપનો આ ટાર્ગેટ સર થઈ શકે તેમ લાગતું નથી. ખુદ ભાજપના નેતાઓ આ ટાર્ગેટ સુધી પહોંચી નહીં શકવાનો અંદરખાને સ્વીકાર કરી રહ્યા છે.
હવે 30 એપ્રિલે મતદાન થયા બાદ જ્યારે 16 મેના રોજ મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે કયો પક્ષ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શક્યો છે. આ પહેલા કોંગ્રેસે અત્યાર સુધી કેટલી બેઠકો મેળવી છે તેના પર નજર કરીએ...

કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે પડાપડી
કોંગ્રેસ પાર્ટીએ 1980માં 26માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે ભાજપ પણ ગુજરાતમાં 1980માં 26માંથી 25 બેઠકો જીતવાના કોંગ્રેસના રેકોર્ડને તોડી તમામ 26 બેઠકો જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

વર્ષ - 1962
કુલ કોંગી ઉમેદવાર - 22
કોંગ્રેસના વિજેતા - 16

વર્ષ - 1967
કુલ કોંગી ઉમેદવાર - 24
કોંગ્રેસના વિજેતા - 11

વર્ષ - 1971
કુલ કોંગી ઉમેદવાર - 23
કોંગ્રેસના વિજેતા - 11

વર્ષ - 1977
કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 10

વર્ષ - 1980
કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 25

વર્ષ - 1984
કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 24

વર્ષ - 1989
કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 3

વર્ષ - 1991
કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 5

વર્ષ - 1996
કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 10

વર્ષ - 1998
કુલ કોંગી ઉમેદવાર - 25
કોંગ્રેસના વિજેતા - 7

વર્ષ - 1999
કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 6

વર્ષ - 2004
કુલ કોંગી ઉમેદવાર - 25
કોંગ્રેસના વિજેતા - 12

વર્ષ - 2009
કુલ કોંગી ઉમેદવાર - 26
કોંગ્રેસના વિજેતા - 11

2014
ભાજપના ઉમેદવારો - 26
કોંગ્રેસના ઉમેદવારો - 25
એનસીપી - 1
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
