લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું
Gujarat Congress: આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારી વિવિધ પક્ષો અત્યારથી જ કરી રહી છે. આવામાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપ દ્વારા ઓપરેશન લોટસ શરૂ દેવામાં આવ્યું હોવાનો આરોપ કોંગ્રેસ સતત લગાવી રહી છે.
આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીતી હતી. જેમાંથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. જે બાદ હવે ખંભાત બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. આજે સવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે.

સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી હજૂ પણ ઘણા ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે.
કોંગ્રેસના 17 વિધાનસભ્યોમાંથી હવે માત્ર 16 જ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખંભાત બેઠક પર 1990 પછી પહેલી વાર કોંગ્રેસની જીત થઇ
હતી.
ચિરાગ પટેલની 3711 મતથી જીત - ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ
આપવામાં આવી હતી અને તેમની જીત થઈ હતી. આ ચૂંટણી ચિરાગ પટેલને 69,069 મત મળ્યા હતા. આ સાથ ભાજપના ઉમેદવાર મહેશ
રાવલને 65,358 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપની 3711 મતથી હાર થઇ હતી.
કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું
હતું કે, કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે બચ્યું જ નથી. અસ્થિર નેતૃત્વને કારણે કોંગ્રેસ ખોવાઇ રહી છે. કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો પણ હવે
ગુંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજકારણ નહી, માત્ર રાજનીતિ ચાલી રહી છે. ભાજપ કોઈપણ નેતાને આમંત્રણ આપતું નથી. કોંગ્રેસના નેતાઓ
પોતાની ગરજે ભાજપમાં જોડાય છે. હવે તો PM મોદીને કોંગ્રેસના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં
તમામ 26 ભાજપ જીતશે, અને કોંગ્રેસના સુપડાસાફ થઇ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
