દુનિયાભરના બિઝનેસમેનોના સ્વાગત માટે તૈયાર છે ગાંધીનગર
ગાંધીનગર, 19 ડિસેમ્બર: ગુજરાતના ગાંધીનગરમાં આગામી 11 થી 13 જાન્યુઆરીના રોજ આયોજિત થનાર 'ગુજરાત વાઇબ્રંટ સમિટ-20115'નું કાઉંટ ડાઉન શરૂ થઇ ગયું છે. તેના ઉપક્રમે ગાંધીનગરમાં મહેમાનોના સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આખા શહેરને નવવધૂની માફક શણગારવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના માર્ગો ચમકવા લાગ્યા છે અને અન્ય સ્થળો પર રંગરોગાનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. તો બીજી તરફ સમિટનું એક્ઝિબેશન જ્યાં આયોજિત થવાનું છે, ત્યાં વિશાળ તંબૂ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતની સાતમી અને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ આયોજિત થનારી સમિટ ઘણા પ્રકારે ઐતિહાસિક હશે. આ આંતરરાષ્ટ્રીય ઇવેંટ પર આખી દુનિયાની નજર રહેશે, કારણ કે આ વખતે વાઇબ્રંટ સમિટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન, બિઝનેસમેન બિલ ગેટ્સ અને ફેસબુકના સંસ્થાપક માર્ક જુકરબર્ગ પણ એક મંચ પર જોવા મળશે.

તો બીજી તરફ વાઇબ્રંટ સમિટ દરમિયાન 11 જાન્યુઆરીના રોજ આયોજિત થનાર ગ્લોબલ સીઇઓ કોન્ક્લેવમાં ફ્રોર્ચ્યૂન 500માં સામેલ બધી કંપનીઓના સીઇઓ પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ વિશેષ દિવસે બૉલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન અને ઑસ્કર એવોર્ડ વિનર સંગીતકાર એ.આર.રહેમાનને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં ગાયક સુખવિંદર સિંહ અને પંડિત જસરાજ જેવી દિગ્ગજ હસ્તીઓ પણ ઉપસ્થિર રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
