ખેડૂતોને નહીં રહે પાણીની અછત, જળ સંપત્તિ મંત્રીએ લીધા પગલા
પાણીની અછત ધરાવતા 10 જિલ્લાના 86 તાલુકાઓમાં આશરે રૂપિયા 38 કરોડનાં ખર્ચે ખેત તલાવાડીમાં 27.30 લાખ ચોરસમીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન-500 માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના અન્વયે ખેડૂત ખાતેદારો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી.
આ અરજીઓના અનુસંધાને આજે તારીખ 23 જાન્યુઆરી, 2024 ના રોજ મળેલી અરજીઓ પૈકી 40 તાલુકાઓમાં 2636 અરજીઓનો જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજવામાં આવ્યો હતો.

જળ સંપતી મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર યોજનાથી અંદાજે આશરે 100 લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેના થકી 2400 હેક્ટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ થશે, અને ભૂગર્ભ જળનું ખેચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે.
આ ઓનલાઈન ડ્રો કરાયો જેના પરિણામો પણ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ સિવાયના બાકી રહેતા તાલુકાઓમાં મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય બાબત છે કે, આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય અને વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રહ્યા હતા.
આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પાણીની અછત ધરાવતા ૧૦ જીલ્લાના ૮૬ તાલુકાઓમાં આશરે રૂ.૩૮ કરોડનાં ખર્ચે ખેડૂતોને ખેત તલાવડીમાં ૨૭.૩૦ લાખ ચો.મી. જથ્થામાં જીયોમેમ્બ્રેન યોજના તળે પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના અંતર્ગત ૪૦ તાલુકાઓની ૨,૬૩૬ અરજીઓને ઓનલાઈન ડ્રો મારફતે મંજુરી આપી. pic.twitter.com/0BWVfkFj2t
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) January 23, 2024
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
