ડી ગેંગના 4 શાર્પ શુટરના 12 દિવસના રિમાન્ડ મંજુર
ઝડપાયેલા શૂટરોને કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
જામનગર માં શિપિંગ અને ગુટખાના વ્યવસાય સાથે સંકળયેલા અસ્ફાક ખત્રી નામના વેપારીને મોતના ઘાટ ઉતારવા માટે ડી-ગેંગ ના શૂટરોને સોપારી આપવામાં આવી હતી. આ શૂટરો રાજકોટ આવે તે પહેલાં જ રાજકોટ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શિરડીથી રાજકોટ આવી રહેલી નીતા ટ્રાવેલ્સની વોલ્વોમાં 4 શાર્પ શુટર આવી રહ્યા છે, જેમની જોડે હથિયાર છે અને અનિસ ઇબ્રાહીમે એમને જામનગરના વેપારીની સોપારી આપી છે. પોલીસે ચારેયને બેટી ચોકડી પાસે ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહીમએ શાર્પશુટરોને રૂ.10 લાખ આપ્યા હતા. 4 શાર્પ શુટર સહિત અનીસ ઇબ્રાહિમ સામે પણ ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલા શૂટરોને કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઇ. કે. કે. ઝાલાની ફરિયાદ પરથી ચાર શાર્પ શૂટરો રામદાસ ઉર્ફ રામુ પરશુરામ રહાણે (ઉ.40-રહે. ગીરગાંવ, ઠાકુરદાર કાંતિનગર બિલ્ડીંગ નં. 260/એન- રૂમ નં. 2, જગન્નાથ શંકરશેઠ રોડ મુંબઇ-4), વિનીત પુંડલીક જાલટે (ઉ.30-રહે. સાઇ સમર્થ એપાર્ટમેન્ટ, રૂમ નં. 6 દત્ત ચોક, સિડાકો વિસ્તાર, નાસિક), સંદિપ દયાનંદ શિબાંગ (ઉ.28-રહે. મહારાષ્ટ્રનગર, ટાઇટેનિક બિલ્ડીંગ ડી-વીંગ રૂમ નં. 407, સરકારી વસાહત, બાન્દ્રા પૂર્વ -મુંબઇ) તથા અનિલ રાજૂ ધીલોડ (ઉ.29-રહે. બાન્દ્રા (ઇસ્ટ), સરકારી કોલોની, ગૌતમ સેવા સંઘ ચાલ, રૂમ નં. 19-મુંબઇ) તથા ફરારી અનીસ ઇબ્રાહીમ સામે આઇપીસી 307, 511, 120-બી, આર્મ્સ એક્ટની કલમ 25 (1) એએ તથા જીપીએક્ટ 135 (1) મુજબ ગુનો નોંધાયો છે.
ફરિયાદમાં નોંધાયુ છે કે, અનીસ ઇબ્રાહીમે અન્ય ચાર આરોપીઓ સાથે મળી પહેલેથી જ ગુનાહિત કાવતરુ રચી જામનગરના વેપારી અશ્ફાક ખત્રીની હત્યા કરવા માટે ચારેય શૂટરોને સોપારી આપી હતી. પકડાયેલા ચારેય શખ્સો પાસેથી 9 એમએમની પિસ્તોલ, 6 જીવતા કાર્ટીસ, બે છરી સહિતની ચીજવસ્તુઓ જપ્ત થઇ છે. આ ચારેય નાશિકથી બસમાં રાજકોટ આવી, રાજકોટમાંથી વાહન ચોરી જામનગર જવાના હતા. ત્યાં જઇ અશ્ફાક ખત્રીના હત્યા કરી વાહનો મુકીને ભાગી જવાની યોજના હતી. આ હકીકતને આધારે ચારેય શખ્સોને રૂ. 57650 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે.
મહારષ્ટ્ર ATSએ પણ તપાસ હાથ ધરી છે, મુંબઈ ક્રાઈમ બ્રાંચની એક ટીમ રાજકોટ આવી પહોંચી છે અને આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
