EVM મશીન બ્લુટુથથી જોડેલા છે : અર્જૂન મોઢવાડિયા
પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયાએ ઇવીએમ મશીનની ખરાબીને ભાજપની ચાલ ગણાવ્યું. જાણો અર્જૂન મોઢવાડિયાએ આ અંગે બીજું શું કહ્યું
નોંધનીય છે કે એક બાજુ જ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ગુજરાતમાં થઇ રહ્યું છે. ત્યાં જ બીજી તરફ અનેક બુથ પરથી ઇવીએમ મશીન ખરાબ થયા હોવાની ખબરો આવી રહી છે. આ મામલે પોરબંદરમાં મતદાન કરવા ગયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાએ ભાજપ પર આક્ષેપ કર્યો છે. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું છે કે ઇવીએમ મશીન ખરાબ થવાએ ભાજપની એક ચાલ છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો હાલ મતદાન કરવા આવી રહ્યા છે. અને તેમનો મશીન બગડવાને કારણે તેમનો મનબળ ઘટે તેવો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ તેની હારથી ડરી ગઇ છે અને માટે જ આવા પ્રયાસો કરી રહી છે.

સાથે જ તેમણે મેમણવાડમાં ઇવીએમ મશીન બ્લુટૂથથી બરોબાર કનેક્ટ કરાયા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે કહ્યું કે આ તમામ વસ્તુઓ અમારા કાર્યકર્તાઓ ચેક કરી હતી. જે બાદ કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. અને ચૂંટણી પંચના અધિકારીઓ પણ જાત તપાસ કરવા માટે ઘટના સ્થળે દોડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોરંબદરમાં અર્જુન સિંહ મોઢવાડિયાની સામે બાબુબાઈ બોખિરીયનો જંગ છે ત્યારે મોઢવાડિયાના આ મોટા આક્ષેપ સામે બાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે જ્યારે ઇવીએમ જાહેરમાં હેક કરવાનો પડકાર ફેંક્યો હતો ત્યારે તેઓ અર્જુનભાઈ ક્યા ગયા હતા?નોંધનીય છે કે અગાઉ ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ હેક કરી બતાવવા માટે ખુલ્લો ૫ડકાર ફેંક્યો હતો. રાજકીય ૫ક્ષ કે નેતાએ પ્રતિભાવ આપ્યો નહોતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
